ડીસાના ઉત્તર પોલીસ સ્ટેશનમાં ચકચારી ઘટના સામે આવી છે. ડીસા ઉત્તર પોલીસે ચોરીના ગુનામાં અટકાયત કરેલ આરોપીએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકે અગમ્ય કારણોસસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં પોલીસ બેડામાં ચકચાર મચાવે તેવી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જીલ્લાના ડીસાના ઉત્તર પોલીસે બાઇક ચોરીના ગુનામાં દીપસિંગ લખસિંગ ચૌહાણ (ઉં.વ.આ.23) (રહે. જસઇ, તા.બાડમેર, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયો હતો.
આરોપી દીપસિંગ લખસિંગ ચૌહાણ ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલો હતો તેને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રખાયો હતો. તે શુક્રવારની મોડી રાત્રે ધાબળાની રસ્સી બનાવી લોકઅપમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
આ બનાવના પગલે નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા અને ડીસા નાયબ કલેક્ટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે નાયબ કલેક્ટરની હાજરીમાં પંચનામું કરી પરિવારજનોને સંપર્ક કરી મૃતક આરોપીની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી હતી. આ અંગે ડીસા ઉત્તર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update