ધાનેરામાં દોરી વડે ઘાયલ વિદેશી પક્ષીને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યું

Share

 

ઉત્તરાયણનો પર્વ આપણા માટે આનંદ અને ઉત્સાહ આપનાર છે. જયારે બીજી બાજુ આકાશમાં ઉડતી પતંગની ધારદાર દોરી વડે અસંખ્ય અબોલ જીવ પક્ષીઓ પોતાનું જીવન ગુમાવે છે.

 

 

ધાનેરાના જીવદયાપ્રેમી દિનેશભાઇ ચૌધરી અને કાળુભાઇ ચૌધરી દ્વારા ઘાયલ વિદેશી પક્ષી ફ્લેમિંગો ખેતરમાં તરફડતું હતું તેને રેસ્ક્યુ કરીને બીજા શ્વાનો જેવા પ્રાણીઓ વડે શિકાર થતાં બચાવ્યું હતું.

 

 

ત્યારબાદ ધાનેરા વેટરનરી પશુ ચિકિત્સક ડો. સી. આઇ. પટેલ દ્વારા પ્રાથમિક સારવાર આપીને એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત જીવદયા રથના વિક્રમભાઇ ડાભી અને જીવદયાપ્રેમીઓ દ્વારા ફ્લેમિંગોને ધાનેરા ફોરેસ્ટ વિભાગને સોંપાયું હતું.

 

જ્યાંથી તેને વધુ પાલનપુરમાં ખસેડી નળ સરોવરમાં રહેતાં બીજા ફ્લેમિંગો પક્ષીઓના ઝૂંડમાં મોકલવામાં આવશે એવું ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share