ડીસામાં માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સે માણેકપુરાના દંપતીને મારમારી રોકડ રકમની લૂંટ ચલાવતાં ચકચાર

Share

 

ડીસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જેમાં ચોરી, મારામારી અને લૂંટની ઘટનાઓ સરેઆમ વધારો થઇ રહ્યો છે.

 

 

ત્યારે શનિવારે ડીસા તાલુકાના માણેકપુરા ગામના એક દંપતિને માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સે મારમારી રૂ. 10,000 રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ અંગે દંપતિએ ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં રહેતાં ચતરાજી બચુજી ઠાકોર અને તેમના ધર્મપત્ની પાર્વતીબેન ચતરાજી ઠાકોર ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં આગઠલામાં રહેતાં તેમના સસરાને ત્યાં જવા માટે નીકળ્યા હતા અને ડીસા બજાર વિસ્તારમાં હતા.

 

 

તે દરમિયાન માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સે રૂપિયા માંગતા દંપતિએ રૂ. 20 આપ્યા હતા. તે દરમિયાન આ દંપતિના ખીસ્સામાં વધુ રકમ પણ હતી. જો કે, બાદમાં દંપતિ રીક્ષા મારફતે ગાયત્રી મંદિર તરફ જતાં રસ્તામાં માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સ દ્વારા રીક્ષા રોકાવી હતી અને કહેવા લાગેલ કે, તમે કોણ છો તમે પતિ-પત્ની નથી તેમ કહી માર મારવા લાગ્યો હતો.

 

 

તે દરમિયાન અન્ય લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સ દ્વારા દંપતી પાસે રહેલા રૂ. 10,000 ની રોકડ પણ મારમારી લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે દંપતી ગભરાઇ ગયો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગે ચતરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘હું અને મારી પત્ની બંને શનિવારે આગઠલામાં મારા સાસુને રૂ. 15,000 આપવા નીકળ્યા હતા અને ડીસા બજારમાં એક માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સે આવી રૂપિયા માંગતા મારી પત્નીએ રૂ. 20 આપવા માટે પાકીટ કાઢ્યું હતું.

 

જેમાં અન્ય રૂ. 10,000 હતા. જો કે, બાદમાં અમે રીક્ષા મારફતે જતા હતા. તે દરમિયાન શખ્સે રીક્ષા રોકાવી હતી. અમને કહેલ કે, તમે પતિ-પત્ની નથી તેવો આક્ષેપ કરી હંગામો કરી માર માર્યો હતો.

 

જ્યારે અન્ય લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે માતાજી જેવા લાગતાં શખ્સ મારી પત્ની પાસેથી રૂ. 10,000 રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જ્યારે ઝપાઝપીમાં મારી પત્નીના ગળામાં રાખેલ સોનાનો ઓમ પણ પડી ગયો હતો.’

 

 

From-Banaskantha update

 

 

 

 


Share