બનાસકાંઠાના ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ સુધી એસ.ટી. બસનો પ્રારંભ કરાયો

Share

 

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ડટમાં પીકનીક સ્થળ જાહેર કરાયું છે. જેથી પર્યટકોને આવવા-જવા મુશ્કેલી ન સર્જાય તે માટે શનિવારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ભાભરથી નડાબેટના ઝીરો પોઇન્ટ સુધી જવા પ્રથમ વખત એસ.ટી. બસનો પ્રારંભ કરાયો છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના ભારત-પાકિસ્તાનની સરહદે અડીને આવેલો જીલ્લો છે. જેથી સરકાર દ્વારા વાઘા બોર્ડરની જેમ લોકો સીમા દર્શન કરે જેથી સરકાર દ્વારા બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ પર પીકનીક સ્થળ બનાવવામાં આવ્યું છે અને લોકો દર શનિ અને રવિવારના રોજ લોકો સીમા દર્શનનો લાભ લે છે.

 

 

જ્યારે લોકોને આવવા-જવા માટે તકલીફ ન પડે અને લોકોને સરળ સીમા દર્શન થાય તે માટે શનિવારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે લીલીઝંડી આપી ભાભરથી 70 કિલોમીટર દૂર નડાબેટના ઝીરો પોઇન્ટ સુધી જવા પ્રથમ વખત એસ.ટી. બસનો પ્રારંભ કરાયો હતો. જેમાં દર શનિવાર અને રવિવારે ભાભરથી સવારે 10:00 કલાકે બસ ઝીરો પોઇન્ટ જશે.

 

 

જ્યારે પ્રથમ બસનો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા લીલીઝંડી આપી પ્રારંભ કરાયો હતો અને પ્રથમ બસમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એસ.ટી. બસમાં બેસી લોકોને પણ આ બસમાં મુસાફરી કરવાની અપિલ કરી હતી. જ્યારે નડાબેટના ઝીરો પોઇન્ટ સુધી એસ.ટી. બસ શરૂ કરતાં મુસાફરોને પણ સીધો લાભ મળશે. જયારે બસ ચાલુ થતાં સરહદી વિસ્તારોમાં આનંદની લાગણી છવાઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share