કાંકરેજના ખારીયા પાસે અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત

Share

કાંકરેજ તાલુકાના ખારીયા ગામ પાસે શુક્રવારે ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. અકસ્માતમાં અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે શુક્રવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એકનું મોત થયું હતું.

અકસ્માતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ખારીયા ગામ પાસે ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share