ડીસાના આખોલ નજીક બે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારના ચાલકને મારમારી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવતાં ચકચાર

Share

 

ડીસાના આખોલ પાસે આવેલ મહાકાળી મંદિર નજીક સ્વીફ્ટ કારના ચાલકને બે અજાણ્યા શખ્સોએ મોટર સાઇકલ પર આવી સ્વીફ્ટ કારના ચાલક સાથે ઝપાઝપી કરી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં લૂંટ, ધાડ સહીતની ક્રાઇમની ઘટનામાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસાના આખોલ પાસે આવેલ મહાકાળી માતાજીના મંદિર નજીક એક મોટર સાઇકલ પર આવેલ બે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

 

ડીસાના લીલાશાનગરમાં રહેતાં હરેશભાઇ ઉર્ફે હરેશશંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી માળી વાહનનો લે-વેચનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને 2015 મોડલની એક સ્વીફ્ટ કાર નં. GJ-01-RL-1669 ની સ્વીફ્ટ કાર માલગઢ ગામના ડાયાભાઇ પ્રકાશજી માળી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

 

તે ગાયત્રી મંદિર નજીક કાર પાર્કીંગ રાખે છે અને કોઇ વર્ધી આવે તો સ્પેશિયલ વર્ધી મારે છે. તા. 11/01/2022 ના રોજ રાત્રે 8:00 વાગ્યાના સુમારે સ્વીફ્ટ કારનો ડ્રાઇવર ડાયાભાઇ પ્રકાશભાઇ માળી સ્વીફ્ટ કાર લઇ ડીસાથી આખોલ ચાર રસ્તા પર જતાં મહાકાળી મંદિર નજીક આવેલ બમ્પ નજીક એક મોટર સાઇકલ પર બે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારની આગળ આવી સ્વીફ્ટ કારને રોકાવી હતી.

 

મોટર સાઇકલ પરથી એક અજાણ્યા શખ્સે સ્વીફ્ટ કાર નજીક આવી તેની સાથે ઝપાઝપી કરી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ સ્વીફ્ટ કારનો ડ્રાઇવર ડાયાભાઇ પ્રકાશભાઇ માળીએ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલીક ફોન દ્વારા હરેશભાઇ પ્રેમાજી માળીને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવી સ્વીફ્ટ કારની તપાસ હાથ ધરતાં સ્વીફ્ટ કારની કોઇ જ ભાળ મળી ન હતી.

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે સ્વીફ્ટ કાર કિંમત રૂ. 3,00,000 ની લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share