ડીસામાં એક માસમાં ડબ્બા શરૂ કરી રખડતા ઢોર પકડવાનો નાયબ કલેકટરનો આદેશ

Share

બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની જવા પામી છે. જોકે, આ બાબતે અગાઉ શહેરીજનોની રજુઆતના પગલે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવામાં માટે કોન્ટ્રક અપાયો હતો.

File Photo

તેમ છતાં પણ આ સમસ્યાથી પ્રજાને છુટકારો મળ્યો નહતો. રખડતા ઢોરના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થવા ઉપરાંત અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાની ઘટનાઓ બનવા પામી છે.

File Photo

આ બાબતે ડીસાના 11 જાગૃત નાગરિકો દ્વારા સી.આર.પી.એક્ટ 133 હેઠળ નાયબ કલેકટરમાં કેશ દાખલ કરવામાં આવેલ. જે કેસ ડીસા સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ એફ.એ. બાબીની કોર્ટમાં ચાલી જતા વિદ્વાન વકીલ સુભાષ યુ. ઠક્કરની દલીલો ગ્રાહ્ય રાખી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા ડીસા નગરપાલિકા અને પોલીસ વિરુદ્ધ હુકમ કરી 10 દિનમાં આ હુકમનું પાલન કરવાનું જણાવ્યું છે.

File Photo

જેમાં 1 માસમાં ડબ્બા શરૂ કરીને ઢોર પકડવાની કામગીરી શરૂ કરવા અને ઢોરના માલિકોની યાદી આધારે સંબધિત પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ઢોર માલિકો વિરુદ્ધ ડીસાના નાગરિકોના જીવ જોખમમાં મુકવા મામલે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે. હવે પાલિકા અને પોલીસ આ હુકમનું કેટલું પાલન કરે છે ..? તે જોવાનું રહ્યું…

 

File Photo

 

From – Banaskantha Update


Share