ડીસાના ભોયણ અને ધાનેરાના ધાખામાં સરકારી જમીનનું દબાણ દૂર કરવાનો જીલ્લા કલેક્ટરનો આદેશ

Share

 

ડીસા તાલુકાના ભોયણ ગામમાં સરકારની કિંમતી સર્વે નં. 381 અને ધાનેરા તાલુકાના ધાખા ગામમાં સર્વે નં. 727 માં ગેરકાયદેસર દબાણ કરી કેટલાંક અસામાજીક તત્વો અનોપ મંડળના નેજા હેઠળ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ વિરૂધ્ધનું કૃત્ય કરે છે.

 

ગરીબ અને અભણ પ્રજાને હિન્દુ દેવ-દેવતાઓ તેમજ ધર્મગ્રંથો વિરૂધ્ધ બેફામ વાણી-વિલાસ કરી ભોળવે છે. જે ધ્યાને આવતાં ડીસા નગરપાલિકાના જાગૃત સદસ્ય પીન્કેશભાઇ નાનુલાલ દોશીએ અસામાજીક તત્ત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જીલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી.

 

જે સંદર્ભે ગત તા. રર/૧ર/ર૦ર૧ ના રોજ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કેસોની બેઠક યોજાઇ હતી.

 

જેમાં જીલ્લા કલેક્ટર આનંદ પટેલે ભોયણ અને ધાખા ગામની સરકારી જમીન ઉપરના દબાણો 15 દિવસમાં નોટીસ આપી દૂર કરવાનો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો હતો.

 

તેમ છતાં દબાણો દૂર નહીં કરાય તો આગામી બેઠકમાં કસુરવારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવાની પણ તાકીદ કરી હતી.

 

આ અંગે નગરપાલિકા સદસ્ય પીન્કેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ‘સરકારની કિંમતી જમીનો પચાવી પાડી અને જમીનો ઉપર હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરતાં અસામાજીક તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી.

 

જેથી જીલ્લા કલેક્ટરે આ દબાણો દૂર કરવાનો આદેશ કર્યો છે. તે બદલ તેમનો આભાર પરંતુ સરકારી જમીનો પચાવી પાડનારા શખ્સો સામે તાત્કાલીક ધોરણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદો થાય તે જરૂરી છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share