ડીસામાં સબજેલમાં 15 કેદીઓને કોરોના પોઝીટીવના કેસ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસામાં સબજેલમાં ગુરૂવારે કેદીઓને શરદી અને તાવની અસર જોવા મળતાં આરોગ્ય વિભાગ દ્વારા 23 કેદીના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 15 કેદીઓને એક સાથે કોરોના પોઝીટીવના કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે અને દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસામાં પણ કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.

 

ત્યારે ગુરૂવારે એક સાથે 15 કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. ડીસામાં આવેલ સબજેલમાં એક દર્દીને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

 

જેમાં કેદીને કોરોના પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસામાં સબજેલમાં આવેલ 23 કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 15 જેટલાં કેદીઓને કોરોના પોઝીટીવ સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

 

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!