ખેડૂતોને ખુશ કરવા કેનાલમાં છોડાયેલ પાણી એક જ કલાક બાદ બંધ કરી દેવાયું

Share

થરાદના ખેડૂતોએ પાણી આંદોલનનું શસ્ત્ર અપનાવતાં ચાર ચાર વર્ષથી પાણી માટે ટળવળતા સાબાના ખેડૂતોના છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતાં તેમનામાં આનંદની લાગણી પ્રસરી હતી. પરંતુ માત્ર આંદોલન અટકાવવા માટે જ પાણી છોડાયું હોય તેમ કલાક પછી બંધ પણ થઇ ગયું હતું. આથી નર્મદાવિભાગે મુરખ બનાવ્યાની લાગણી સાથે રોષે ભરાયેલા ખેડૂતોએ આગામી દિવસોમાં એક નહી પણ ચારચાર ગામના ખેડૂતો સાથે આવીશુંની ચીમકી અધિકારીઓને આપી હતી.

 

પાણી આપવાની ખાત્રી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સમક્ષ આપી હતી. આથી ખુશ થયેલા ખેડૂતોએ તેમનું આંદોલન સમેટી લીધું હતુ. જોકે, ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પછી એકાદ કલાક પછી પાણી બંધ પણ કરી દીધું હતું. આથી ખેડૂતોમાં ભારે રોષ ઉદભવ્યો છે. જ્યાં નર્મદા નિગમના એસ.ઓ. દિનેશભાઈ પટેલ અને એન.આર.પટેલ કેનાલની મુલાકાત લેવા આવ્યા હતા.જોકે, કોઈપણ નિર્ણય લીધા વગર પાછા જતાં ખેડૂતોએ તેમને તેમના કહ્યા પ્રમાણે વારાબંધીમાં પાણીનો વારો હોવા છતાં પણ તમે અમને મુરખ બનાવ્યા છે તેવો આક્રોશ વ્યક્ત કરી આગામી દિવસોમાં સાબા, ગડસીસર, જામપુર અને પીરગઢના તમામ ખેડૂતો કચેરીમાં આવવાની ચીમકી આપી હતી.

સાડાત્રણ કિમી લંબાઇ ધરાવતી સાબામાયનોરમાં માત્ર શરૂઆતમાં એક કિમી અને ત્રણ કિમી પીરગઢ માયનોરમાં શરૂઆતમાં એક એક કિમી જ પાણી મળે છે. જો કે નર્મદાવિભાગ દ્વારા કેનાલની કેપીસીટી પ્રમાણે પાણી નહી છોડવાના કારણે સાબાના 400 અને પીરગઢ તથા ગડસીસરના 200-200 મળીને 800 જેટલા ખેડૂતો પાણીથી વંચિત રહેવા પામ્યા છે. – જગશીભાઇ (ખેડૂત)

 

 

From – Banaskantha Update


Share