ડીસાના લક્ષ્મીપુરા ખાતે એક યુવકને બંધક બનાવી માર મરાયો : 6 શખ્સો વિરોધ ફરિયાદ નોધાઇ

Share

ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે એક યુવકને છ શખ્સો દ્વારા તબેલામાં બંધક બનાવી માર મારતા ડીસા તાલુકા પોલીસ મથકે 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે આવેલ લક્ષ્મીપુરા ખાતે રહેતા રવજીભાઈ માનસુખભાઈ વારેચા કરિયાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના જ ગામના દિનેશભાઈ લાખાજી જાટ અને કાંતિભાઈ લાખાજી જાટ ઘણા સમયથી તેમની દુકાનથી ઘર સામાન માટે સામાન ઉધાર લઈ જાય છે અને ઘર સમાન સહિતના તેમની પાસેથી 28 હજાર રૂપિયા લેવાના હોવાથી ઘણા સમયથી આપતા ન હતા.

પ્રતીકાત્મક તસવીર

વીસ દિવસ અગાઉ રવજીભાઈ વારેચા ખેતરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં દિનેશભાઈ લાખાજી જાટ રસ્તામાં મળેલા તે દરમિયાન તેમની જોડે પૈસાની ઉઘરાણી કરતા તેમને રવજીભાઈ વારેચાને જાતિય અપમાનિત શબ્દો બોલેલા અને જો બીજી વાર પૈસા માગ્યા છે તો ગામમાં રહેવા દઈશ નહીં તેવી ધમકી આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

જેથી રવજીભાઈ વારેચાએ આજ દિન સુધી પૈસાની ઉઘરાણી કરી નહીં અને આજરોજ રવજીભાઈ વારેચા પોતાની ઉઘરાણીને લઈ જનાર ગામ ખાતે ગયેલ અને તેમનો નાનો ભાઈ હરેશભાઇ પોતાની ફર્નિચરની દુકાન ધાનેરા ખાતે આવેલ હોય તે પોતાનું મોટરસાયકલ લઈને જેલ અને રવજીભાઈ વારેચા પરત લક્ષ્મીપુરા ખાતે પોતાની દુકાન કરિયાણાની ખાતે આવેલા ત્યારે તેમને જાણવા મળેલ કે દિનેશભાઈ લાખાજી જાટ અને કાંતિભાઈ લખાજી જાટ તેમના ભાઈ હરેશભાઇને તેમના તબેલામાં બંધક બનાવી માર મારેલ છે.

 

જેથી રવજીભાઈ વારેચા અને તેમની માતા અને તેમના કાકા આ ત્રણે જણા દિનેશભાઇ લાખાજી જાટના તબેલામાં ગયેલ ત્યારે તેમનો ભાઈ હરેશભાઇ બેભાન અવસ્થામાં પડેલ અને તેના માથાના ભાગે બોથડ હથિયાર વડે માર મારેલ તેમજ ગડદાપાટુનો માર મારેલ હોઇ તે કશું બોલે નહીં તે દરમિયાન ખેતરના તબેલામાં નારણજી ખેંગારજી જાટ તેમજ લખાજી ખેગારજી જાટ તેમજ દિનેશભાઇ લાખાજી જાટ તથા કાંતિભાઈ લાખાજી જાટ અને પ્રભુજી ખેંગારજી જાટ તથા ધનાજી પ્રભુજી જાટ વગેરે હાજર હોઈ તેમને તેમના ભાઇને માર મારેલ બાબતે પૂછતાં તે સમગ્ર લોકો એકદમ ઉશ્કેરાઇ જઇ જાતિય અપમાનિત શબ્દો બોલી અને કહેવા લાગેલા કે તમે અહીંથી નીકળી જાઓ નહીતર તમને જાનથી મારી નાખીશું.

પ્રતીકાત્મક તસવીર

તેવી જાશા ધમકી આપેલ અને કહેવા લાગ્યા કે તમે બધા ગામ છોડી જતા રહો આ ગામ અમારું વસાવેલું ગામ છે જે બાદ આ ત્રણ લોકો ગભરાયેલા જે બાદ હરેશભાઇને સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો. જે બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડાયા હતા જે બાદ ડીસા તાલુકો પોલીસ મથકે રવજીભાઈ માનસુંગભાઈ વારેચાએ નારણજી ખેંગારજી જાટ તેમજ લખાજી ખેગારજી જાટ તેમજ દિનેશભાઇ લાખાજી જાટ તથા કાંતિભાઈ લાખાજી જાટ અને પ્રભુજી ખેંગારજી જાટ તથા ધનાજી પ્રભુજી જાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share