પાલનપુરમાં મહીલા સાથે ઝપાઝપી કરી અપહરણનો પ્રયાસ કરનાર શખ્સને 6 માસની સજાનો હુકમ ફટકાર્યો

Share

 

પાલનપુરમાં 7 વર્ષ અગાઉ એક મહીલા સાથે ઝપાઝપી કરી અપહરણનો પ્રયાસ કરનાર આરોપીને પાલનપુરની બીજી એડીશનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટના ન્યાયાધીશે 6 માસની સાદી કેદ અને રૂ. 500 નો દંડનો હુકમ ફટકાર્યો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં રહેતાં ચંદ્રકાન્ત પ્રહલાદભાઇ જોષીએ તા. 25/08/2015 ના દિવસે હનુમાન મંદિર નજીક સેજલબેન મનિષભાઇ પરમાર સાથે ઝપાઝપી કરી રોડ ઉપર પટક્યા હતા અને અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડીશનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવ એસ. દરજીએ ફરિયાદીના વકીલ એસ. એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ચંદ્રકાન્ત જોષીને ઇ.પી.કો. કલમ-248 (2) અન્વયે કલમ-323, 511 માં તકસીરવાન ઠેરવી 6 માસની સાદી કેદ અને રૂ. 500 નો દંડનો હુકમ ફટકાર્યો હતો.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share