બનાસકાંઠાના પાડોસી માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ : માઇનસ 4 ડિગ્રીમાં પ્રવાસીઓ ઠૂંઠવાયા, બરફની ચાદરો છવાઈ

Share

બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગાડતાં માઈનસ ચાર ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં પાણીના કુંડ, ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. જોકે, માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીનો અનેરો અહેસાસ માણી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સતત ચાર દિવસથી ગગડી રહ્યો છે. જેમાં આજે બુધવારે માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જોકે, ગઈકાલે મંગળવારની સાંજથી તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને આજે બુધવારની વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, પાણીના કુંડા અને ગાડી ઉપર જેવા અનેક સ્થળો પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. સતત ચાર દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જનજીવન ઉપર પણ અસર પડી છે.

 

From – Banaskantha Update


Share