ડીસામાં માળી સમાજની દીકરી ફેન્સીગ રમતમાં એમ.ટી.એસ.ની પોસ્ટમાં પસંદગી થઇ

Share

 

બનાસકાંઠાના ડીસા શહેરની માળી સમાજની દિકરી પ્રિયંકાકુમારી સોલંકી પોસ્ટ વિભાગની કેન્દ્ર સરકારની સ્પોર્ટસ ક્વોટાની ભરતીમાં ફેન્સીગ રમતમાં મેળવેલ સિધ્ધિઓને ધ્યાને લઇ એમ.ટી.એસ. ની પોસ્ટ માટે પસંદગી થઇ છે.

 

 

પ્રિયંકાકુમારીએ ફેન્સીગ રમતની શરૂઆત ડીસાની ડી.એન.જે. આદર્શ હાઇસ્કૂલમાંથી વ્યાયામ શિક્ષક અને ફેન્સીગ એસોસીએશન-બનાસકાંઠાના પ્રમુખ ઇશ્વરભાઇ રાવળ તેમજ વ્યાયામ શિક્ષક હરેશભાઇ પવાયાના માર્ગદર્શન હેઠળ શરૂઆત કરી હતી. જ્યારે ફેન્સીગ એસોસીએશન ઓફ બનાસકાંઠાના મંત્રી ભરતભાઇ સોલંકીએ માર્ગદર્શન અને પીઠબળ પુરૂ પાડયું હતું.

 

 

પ્રિયંકાએ ફેન્સીગની એડવાન્સ તાલીમ ગુજરાતના સ્પોર્ટસ મેન્ટર અને ફેન્સીગ કોચ ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્‌સ ઓથોરીટી ઓફ ગુજરાતની નડીયાદ સ્થિત ફેન્સીગ એકેડમીમાં કોચ રોશન થાપાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહી છે. જ્યારે પ્રિયંકા છેલ્લા 5 વર્ષથી સતત રાજ્યકક્ષાએ મેડલ મેળવ્યા છે અને જુનિયર નેશનલમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવ્યા છે.

 

એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘પ્રિયંકા 2028 ઓલમ્પિક માટે ટાર્ગેટેડ ખેલાડી છે અને તેને ધ્યાનમાં રાખીને તાલીમ આપવામાં આવે છે. પ્રિયંકાના માતા-પિતા તરફથી પણ સારો સહયોગ મળે છે તેમજ દિકરીને આગળ વધારવા તેઓ સપોર્ટ કરે છે.

 

પ્રિયંકાની સિધ્ધિઓને બિરદાવતાં એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી, મંત્રી ભરતજી ઠાકોર, ફેન્સીગ એસોસીએશન ઓફ બનાસકાંઠાના પ્રમુખ ઇશ્વરભાઇ રાવળ અને મંત્રી ભરતભાઇ સોલંકીએ અભિનંદન પાઠવ્યા છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share