બનાસકાંઠામાં 108 ની ટીમે 38,824 માનવ જીંદગી બચાવી સરાહનીય કામગીરી કરી માનવતાનું ઉહાહરણ પુરૂ પાડયું

Share

 

બનાસકાંઠા જીલ્લામાં પ્રસુતિ, અકસ્માત, હૃદયરોગ, કુદરતી હોનારત અને કોરોનાના દર્દીઓની સારવાર માટે 108 ની ટીમ રાત-દિવસ દોડી રહી છે. જેમણે વર્ષ-2021 માં કુલ 38,824 માનવ જીંદગીઓ બચાવી છે. જીલ્લામાં અત્યારે 29 લોકેશન ઉપર આ ટીમ ત્વરીત સારવાર પુરી પાડી રહી છે.

 

 

પાલનપુર, દાંતા, અમીરગઢ, વડગામ, દાંતીવાડા, ડીસા, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાના 29 લોકેશન ઉપર 108 ની સેવા કાર્યરત છે. જ્યાં ટીમના પાઇલટ અને ઇ.એમ.ટી. રાત-દિવસ જાણે યમરાજાને હંફાવી રહ્યા હોય તેમ ફરજ બજાવી રહ્યા છે.

 

બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જીલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર અને સુપરવાઇઝર નિતન ગોરાદરાએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં વર્ષ-2008 થી 108 સેવા કાર્યરત કરાઇ હતી.

 

જ્યાં વર્ષ-2021 દરમિયાન પ્રસુતિમાં 19,282 અકસ્માતમાં 4,346, કાર્ડીયાક 1,035, જ્યારે શ્વાસની તકલીફના કુદરતી હોનારતના 1,137 કેસોમાં કુલ 38,824 દર્દીઓને તાત્કાલીક સારવાર આપી માનવ જીંદગીઓ બચાવી છે. 108 વાનમાં સર્પદંશ અને કાર્ડીયાક સહીત જીવન રક્ષક દવાઓનો 24 કલાક ઉપલબ્ધ રહે છે.

 

બનાસકાંઠામાં 108 ની સેવાનો લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. અન્ય જીલ્લામાં એક દિવસમાં 5 કેસો મળી રહ્યા છે. જ્યારે બનાસકાંઠામાં ત્રણથી ચારનો રેસીયો છે. જેમાં સામાજીક મોભા સહીતના કારણો સામે આવી રહ્યા છે.

 

જો કે, સરકારની આ નિઃશુલ્ક સેવાનો તમામે લાભ લેવો જોઇએ વધુમાં વધુ લોકો લાભ લે તે માટે જાગૃતિ પણ લાવી રહ્યા છીએ તેવું પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયારે જણાવ્યું હતું.’

 

વર્ષ-2021 માં 108 દ્વારા સારવાર અપાયેલા દર્દીઓ
જાન્યુ. ફેબ્રુ. માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગષ્ટ, સપ્ટે. ઓકટો. નવે. ડીસેમ્બર
(પ્રસુતિ)
1486 1617 1531 1103 101 1682 2018 1920 1910 2071 1737 2106
(અકસ્માત)
349 328 351 229 256 310 365 420 385 417 505 431
(કાર્ડીયાક)
41 51 44 31 538 36 44 45 56 47 49 53
(શ્વાસ)
80 89 92 137 30 69 78 84 100 125 123 130

 

 

108 ના કર્મચારીઓ મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. જ્યાં પાલનપુરના જગાણા નજીક એક યુવક ટ્રેન નીચે આવી જતાં ગંભીર રીતે ઘવાયો હતો.

 

જ્યાં જવાનો રસ્તો ન હોવાથી પાલનપુર 108 ના પાઇલટ કિરણભાઇ પરમાર અને ઇ.એમ.ટી. ચંદ્રકાન્તભાઇ સોલંકી ઇજાગ્રસ્તને સ્ટ્રેચરમાં ઉપાડી રેલ્વે ટ્રેક ઉપર 600 મીટર ચાલી વાનમાં લઇ જઇ ત્વરીત સેવા આપી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share