ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઇને મંગળવારે સમગ્ર તાલુકામાં ધરણાં યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. ત્યારે ડીસામાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

 

બનાસકાંઠા જીલ્લો એ ખેતી આધારીત જીલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો એક બાદ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ હોય કે પછી દુષ્કાળ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો આ તમામ સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે.

 

 

ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં નહીવત વરસાદને કારણે હાલમાં ખેડૂતોની પાણી વગર પરિસ્થિતિ કફોડી બની છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ અગાઉ તા. 8 સપ્ટેમ્બર-2021 ના રોજ સરકારમાં રી-સર્વે માં ખેડૂતોને થતી કનડગત તત્કાલ દૂર કરવા અને રી-સર્વે રદ કરો તેમજ સમાન સિંચાઇ દૂર કરવા જ્યાં સિંચાઇની વ્યવસ્થા નથી.

 

 

ત્યાં સરકાર આધારીત નવી સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવી અને મીટર પ્રથા નાબૂદ કરવા અથવા સ્વૈચ્છીક કરવા મીટર નોટીસ ચાર્જ નાબૂદ કરવો તેમજ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં કેનાલ દ્વારા પાણી નાખી બનાસ નદીને જીવતી કરવી તેમજ ટ્રેક્ટરની ટ્રોલી ખેડૂતોનું આધુનિકરણ ગણી આર.ટી.ઓ.માંથી ચોલીનો ટેક્સ નાબૂદ કરવો અને ખેડૂતોને હાલમાં

 

રાસાયણિક ખાતરમાં જે ભાવમાં વધારો કર્યો છે તે તાત્કાલીક દૂર કરવા આ તમામ મુદ્દાને લઇને મંગળવારે બનાસકાંઠા જીલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર તાલુકા મથકે ધરણાં યોજવામાં આવ્યા હતા અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

 

જ્યારે ડીસામાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા મામલતદાર કમ્પાઉન્ડમાં ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઇ હતી અને જો તાત્કાલીક ધોરણે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ભારતીય કિસાન સંઘ દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 

 

 


Share