બનાસકાંઠામાં તા. 10 થી તા. 20 જાન્યુઆરી-૨૦૨૨ સુધી ચાલનારા કરૂણા અભિયાન-૨૦૨૨ નો પ્રારંભ

Share

 

તા. 10 થી તા. 20 જાન્યુઆરી-2022 સુધી ચાલનારા કરૂણા અભિયાન-2022 નો બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે તા. 10 જાન્યુઆરીથી પ્રારંભ કરાયો છે.

 

 

જેના અંતર્ગત એન.જી.ઓ. દ્વારા સંચાલિત કલેક્શન સેન્ટર અને સા૨વા૨ સેન્ટર ૫૨ વન વિભાગના સ્ટાફને ફ૨જ સોંપવામાં આવી છે.

 

શહેર અને ગામના લોકોમાં કરૂણા અભિયાનને લઇને જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શહેરમાં અને ગામોમાં અગત્યના સ્થાનો ૫૨ બેનર્સ લગાડવામાં આવ્યા છે.

 

સવારે 09:00 કલાક પહેલાં અને સાંજે 06:00 કલાક પછી પતંગ ન ચગાવવા માટે પણ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.

 

જ્યારે કોઇ ઘાયલ પક્ષી મળી આવે તો વાઇલ્ડ લાઈફ હેલ્પલાઇન નં. 8320002000 ઉપ૨થી નજીકના સારવાર કેન્દ્રની વિગત મેળવીને ઘાયલ પક્ષીને સારવાર કેન્દ્ર ૫૨ પહોંચાડવા લોકોને અપિલ કરાઇ છે.

 

બનાસકાંઠાના કલેક્ટરના આદેશ મુજબ, પોલીસ વિભાગ, પશુપાલન વિભાગ અને યુ.જી.વી.સી.એલ. સાથે સંકલનમાં રહીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

કલેક્ટરના આદેશ મુજબ જીલ્લામાં ચાઇનીઝ અને માઝાનું વેચાણ ન થાય તે માટે પોલીસ સાથે સતત સંપર્કમાં રહેવામાં આવે છે. જ્યારે ચાલુ વીજલાઇનને લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે યુ.જી.વી.સી.એલ. સાથે પણ સંપર્ક રાખવામાં આવ્યો છે.

 

આ અંગે નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, ‘દિવસ દરમિયાન કરૂણા અભિયાન-2022 અંતર્ગત પશુપાલન, વન વિભાગ અને એન.જી.ઓ. દ્વારા બચાવવામાં આવેલ પક્ષીઓની વિગત સંકલિત કરીને ઉચ્ચકક્ષાએ વિગતો મોકલવામાં આવે છે.’

 

 

From-Banaskantha update

 

 

 

 


Share