પાલનપુરમાં માળી સમાજની બે દિવસીય ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

Share

 

 

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર માળી સમાજ દ્વારા બે દિવસીય ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.

 

 

પાલનપુર માળી સમાજ દ્વારા સમગ્ર દેશમાં વસતા માળી સમાજમાં ભાઇચારો અને એકતા જળવાઇ રહે એવા ઉમદા ઉદેશ્ય સાથે બે દિવસીય ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પાલનપુરમાં આવેલ જ્યોર્જ ફીફ્થ કલબમાં યોજાઇ હતી.

 

 

આ ટુર્નામેન્ટમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ સુર સાગર ઇલેવન જોધપુર અને માળી યુવા સંગઠન ઇલેવન વચ્ચે યોજાઇ હતી. જેમાં સુર સાગર ઇલેવન જોધપુર વિજેતા બની હતી.

 

 

વિજેતા ટીમને રૂ. 41,000 રોકડ પુરસ્કાર અને ટ્રોફી તેમજ ઉપ વિજેતા ટીમને રૂ. 21,000 રોકડ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જ્યારે મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્‌સમેનને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

 

આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક હર્ષદભાઇ પરમાર, પ્રદીપ પઢિયાર, જીગર પઢિયાર, વિશાલ ગોહીલ, દિવ્યાંગ મંડોરા, ધાર્મિક પરમાર, કૌશાંગ સોલંકી અને કૃણાલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share