ડીસા નગરપાલિકાના કોન્ટ્રાકટરના ભષ્ટ્રાચારની પોલ ખુલી : નવો બનાવેલ ડીવાયડર ગત મોડી રાત્રે તોડી પડાયો

Share

ડીસા ખાતે આવેલ ફૂવારાથી ગાયત્રી મંદિર સુધીનો રોડ હમણાં જ તાજેતરમાં બનાવવામાં આવ્યો હતો તેમજ બંને રોડની વચ્ચે ડીવાઈડર પણ બનાવવામાં આવ્યું હતું આ રોડ અને ડિવાઇડરમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા જાગૃત નાગરિકો દ્વારા ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ભ્રષ્ટાચારની ગાંધીનગર કમિશનર ખાતે રજૂઆત પહોંચતા ડીસાના ચીફ ઓફિસર દ્વારા ગત મોડી રાત્રે નવો બનાવેલ ડિવાઈડર તોડવાના આદેશ કરાયા હતા જેના પગલે ગત મોડીરાત્રે 5 મહિના પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા જે નવો બનાવેલ ડિવાઈડર ફુવારા સર્કલથી લઇ લીલાનગર સુધી ડિવાઈડર તોડી પડાતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

ખાસ કરીને જ્યારે પાંચ મહિના પહેલાં બનાવેલ ડિવાઈડર અને રોડનું આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે અને ભાજપના એક જાગૃત સદસ્ય દ્વારા નવા બનાવેલ ડિવાઈડરમાં ભ્રષ્ટાચારની આશંકાને લઇ ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિતમાં રજુઆત કરાઇ હતી. જેના પગલે ગત મોડી રાત્રે ડીસા ચીફ ઓફિસર દ્વારા આદેશના પગલે ડીસાના ફુવારા સર્કલ લીલાનગર સુધીનો જે ડિવાઈડર તોડી પડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

From – Banaskantha Update


Share