સુઇગામના ધ્રેચાણા અને દિયોદરના ગોલવી ગામે નિવૃત જવાનોનું સ્વાગત કરાયું

Share

સુઇગામના ધ્રેચાણા અને દિયોદરના ગોલવી ગામના જવાનો 17 વર્ષ દેશ સેવામાં ફરજ બજાવી નિવૃત થઇ સોમવારે જવાનો ગામમાં આવતાં સ્વાગત કરાયું હતું. જવાનોને બેન્ડબાજા સાથે દેશભક્તિના ગીતો સાથે વાજતે-ગાજતે નગર પ્રવેશ કરાવતાં ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

 

સુઇગામ તાલુકાના ધ્રેચાણા ગામના વતની અને નાસિક 23 બટાલિયન FDRJ ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવી વયનિવૃત થઇ વતન પરત આવેલા નાનજીભાઈ પ્રેમાભાઈ ચૌધરી 31 ડીસેમ્બર-2021 ના રોજ દેહારાદુન ખાતેથી નિવૃત થનાર આર્મીજવાન નાનજીભાઈ પ્રેમાભાઈ ચૌધરી સોમવારે વહેલી સવારે પોતાના માદરે વતન પરત આવતાં ગ્રામજનોએ ગામના પનોતા પુત્ર આર્મી જવાનનું ગામના પાટિયાથી ખુલ્લી જીપમાં બેસાડી બેન્ડવાજા સાથે દેશભક્તિના ગીતો સાથે વાજતેગાજતે નગર પ્રવેશ કરાવતાં આખા ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે સુઇગામ તાલુકા ભાજપ મહામંત્રી જામાભાઇ ચૌધરી, શિવાભાઈ ચૌધરી, રવજીભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દિયોદર તાલુકાના ગોલવી ગામના વતની અર્જુનસિંહ ભીખાભાઈ રાજપુત બીએસએફમાં 20 વર્ષની ફરજ પૂર્ણ કરી રિટાયર્ડ થતાં તેઓ પોતાના માદરે વતન ગોલવી ગામે પરત ફરતા ગોલવી ગ્રામજનો દ્વારા ચિભડાથી ગોલવી સુધી યાત્રા યોજી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સ્વાગત દરમિયાન ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. આ પ્રસંગે ગોલવી-ચીભડા વગેરે ગામના ગ્રામજનો, રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share