ડીસામાં ઉત્તરાયણ પર્વને લઇ પતંગ બજારોમાં મંદીનો માહોલ સર્જાતાં વેપારીઓએ ભાવોમાં 20 ટકાનો ઘટાડો કર્યો

Share

 

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ પતંગ રસીયોના ગુજરાતમાં પતંગ બજારમાં જોરદાર મંદી જોવા મળી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દોરી અને પતંગના ભાવોમાં 20 ટકાનો ઘટાડો કરીને વેપારીઓ વેપાર કરી રહ્યા છે.

 

 

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે અને ઉત્તરાયણનો પર્વ આપણા ગુજરાતમાં પતંગ અને દોરી વગર અધુરૂ કહેવાય છે અને પતંગ દોરીનું સહુથી વધુ વેચાણ ઉત્તરાયણ પર થતું હોય છે.

 

 

પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે પતંગ બજારમાં જોરદાર મંદી જોવા મળી રહી છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.

 

 

પતંગ બજારમાં સર્જાયેલી મંદીને પગલે વેપારીઓએ પતંગ અને દોરીના ભાવો ગત વર્ષની સરખામણીમાં 20 ટકા જેટલાં ઘટાડી દીધા હોવા છતાં બજારમાં મંદી જોવા મળી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

 

વેપારીઓને આશા છે કે, ‘શનિવારથી કોરોનાના લીધે બાળકોનું શિક્ષણ કાર્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને તેના લીધે હવે પતંગની ખરીદીમાં તેજી જોવા મળશે.

 

ત્યારે કહી શકાય કે, જે કોરોના વાયરસ ધંધા-રોજગાર પર માઠી અસર નાખતો હતો તે જ કોરોના વાયરસના લીધે શાળાઓ બંધ થતાં પતંગ બજારમાં તેજી લાવે તો નવાઇ નહીં.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share