ડીસાના વેપારી લૂંટ કેસમાં બે આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં : ત્રણ આરોપીઓને ડીસા કોર્ટમાં રજૂ કરી સબજેલમાં મોકલાયા

Share

 

ડીસાના વેપારી પાસેથી રૂ. 7.53 લાખની લૂંટ કેસમાં ડીસા તાલુકા પોલીસે શનિવારે 5 આરોપીઓને ઝડપી પાડી રવિવારે ડીસા કોર્ટમાં રજૂ કરતાં બે આરોપીઓના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પાલનપુર સબજેલ ધકેલવામાં આવ્યા છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાથી મરચાની ખરીદી કરી રાજસ્થાન વેચવા જતાં વેપારી રસીકભાઇ ચોખાવાલા (મોદી) ને શુક્રવારે મોડી રાત્રે ડીસા તાલુકાના ઝેરડા નજીક ઇકો ગાડીમાં મુસાફર બનીને બેઠેલા બે યુવકોએ ગળા પર છરો ભીડાવી રૂ. 7.53 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

 

જે અંગે વેપારીની ફરિયાદના આધારે ડીસા તાલુકા પી.આઇ. એમ.જે. ચૌધરીની આગેવાની હેઠળની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ લૂંટ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને દબોચી લીધા હતા.

 

પરંતુ લૂંટમાં રૂ. 59,150 રોકડા, છરો અને બે મોબાઇલ રીકવર કરવાના બાકી હોઇ પોલીસ દ્વારા રવિવારે લૂંટ કેસના પાંચેય આરોપીઓને ડીસા કોર્ટમાં રજૂ કરતાં દિપાજી ભારમલજી સોલંકી અને વિરચંદભાઇ ઉર્ફે વિક્રમભાઇ મંછાભાઇ પરમારના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

 

જ્યારે ઇકો ચાલક શામતુજી ઉર્ફે પીન્ટુ ચેહુજી દરબાર, સિધ્ધરાજજી ભારમલજી સોલંકી અને રમેશભાઇ હરજીભાઇ રાવળને સબજેલમાં મોકલવામાં આવ્યા છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share