શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે ભવ્ય ગૌઅમૃત ભાગવત કથા મહોત્સવ મુલતવી રખાયું

Share

ટેટોડા ખાતે આવેલ શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ગૌશાળાને 21 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ગૌ અમૃત કથા મહોત્સવનું આગામી તારીખ 11થી લઈને 27 સુધી વક્તા જીગ્નેશ દાદાના મુખેથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ તારીખ 15ના રોજ માયાભાઇ આહિરના ભવ્ય રાત્રી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જેમાં ગામેથી મહેમાનો તેમજ ગૌ ભક્તો મોટી સંખ્યામાં આવવાના હતા પરંતુ ગુજરાતભરમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારની SOPને ધ્યાને રાખી અને લોકોનું આરોગ્ય ન જોખમાય અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી રાજારામ ગૌશાળા ટ્રસ્ટ મંડળ તેમજ ગૌ ભક્તો કથા મહોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ગૌશાળામાં પૂજન તેમજ ગૌ મહિમાનું કાર્યક્રમ ચાલુ રહેશે જેથી ગૌભક્તો ઉત્તરાયણ સુધી ગૌ પૂજન કરી શકશે.

 

From – Banaskantha Update


Share