ડીસામાં ભારે પવન સાથે ઠંડીએ પકડ્યું જોર : લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો

Share

ડીસા શહેરમાં બે દિવસથી ભારે પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.

 

ઉત્તર પૂર્વીય ભારે હિમવર્ષાના કારણે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળેલી છે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે તાપમાનનો પારો ગગડતાં ઠંડી તેનો અસલી મિજાજ બતાવી રહી છે અને છેલ્લા બે દિવસથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ઠંડા પવન સાથે ઠંડી વધી રહી છે.

જેના કારણે તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે અને લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે દિવસ દરમિયાન ભારે ઠંડા પવનના કારણે લોકો ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વધુ ઠંડી પડે તેવી આગાહી કરી છે જેથી બનાસકાંઠા જિલ્લાના લોકોએ વધુ ઠંડીનો સામનો કરવો પડશે.

 

From – Banaskantha Update


Share