લાખણીના કાતરવા નજીકથી એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપ્યો

Share

આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કેટલફીડ કંપની નજીક નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલો નંગ-324, સ્વીફટ કાર અને મોબાઇલ નંગ-1 કુલ કિંમત રૂા. 3,51,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આગથળા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચિત્રોડા તરફથી એક સ્વીફ્ટ કાર નં. GJ-01-RH-5204માં વિદેશી દારૂ ભરી ડીસા તરફ જનાર છે તેવી બાતમી મળેલ.

જે ખાનગી બાતમીના આધારે કેટલફીલ્ડ કંપની કાતરવા નજીક નાકાબંધી કરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જેમાં કારના ચાલકનું નામ ઠામ પૂછતાં પોતાનું નામ પ્રકાશકુમાર અંબારામજી સુથાર (રહે. ભાદરોણા, તા.સાંચોર) અને માલ ભરાવનાર રમેશભાઇ અર્જુનારામ ચૌધરી (રહે. પ્રતાપપુરા, તા. સાંચોર) વાળાઓ એકબીજાની મદદગારીથી પોતાના કબ્જા ભોગવટાની સ્વીફટ કાર નં. GJ-01-RH-5204માં વિદેશી દારૂની બોટલો નંગ-324 કિંમત રૂા. 46,800 સ્વીફટ કાર કિંમત રૂ.3,00,000 અને મોબાઇલ નંગ-1 કિંમત રૂ.5,000 કુલ કિંમત રૂ. 3,51,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આગથળા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share