પાલનપુરમાં PUBG ગેમ રમતી યુવતીને બિહારના યુવક સાથે પ્રેમ થયો તો ઘરમાંથી 70 હજારના દાગીના લઈ પ્રેમી સાથે ફરાર

Share

પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને પબજી(બીજીએમઆઈ) વીડિયો ગેમ રમતી વખતે બિહારના શખ્સ સાથે મિત્રતા થઇ ગઇ હતી. જેને ફોન કરી પાલનપુર બોલાવ્યો હતો અને પિતરાઇ ભાઇના ઘરમાંથી રૂપિયા 70,000ના સોનાના દાગીના ચોરી ફરાર થઇ ગઇ હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

પાલનપુરમાં આર્દશનગર સોસાયટી, તાજપુરા વિસ્તારમાં રહેતી યુવતીને પબજી(બીજીએમઆઈ) વિડિયો ગેમ રમવાની લત લાગી હતી. જે દરમિયાન તેણી બિહારના મધુમની જીલ્લાના ખેડીબાંકા ગામના મહંમદ અરમાન નસીમ શેખના પરિચયમાં આવતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. તેણીએ ફોન કરી અરમાનને પાલનપુર બોલાવ્યો હતો અને પિતરાઇ ભાઇના ઘરમાંથી તેમની પત્નીના દાગીના રૂ. 20,000નું હાથે પહેરવાનું સોનાનું કડુ, રૂ. 50,000નો બાજુબંધ મળી કુલ રૂ. 70,000ના દાગીના ચોરી ઝેરોક્ષ કઢાવવાનું બ્હાનુ કરી ફરાર થઇ ગઇ હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

22 વર્ષિય યુવતીના માતા-પિતાનું 15 વર્ષ અગાઉ નિધન થયું હતુ. જે બાદ પિતરાઇ ભાઇ અને ભાભીએ તેણીને ઉછેરી હતી. જેના લગ્ન પણ કરાવ્યા હતા. અને સાસરે આવતી જતી હતી. ઘરનો તમામ વ્યવહાર પણ એ પોતે કરતી હતી.

 

મોબાઇલમાં પબજી(બીજીએમઆઈ) ગેમ રમતાં યુવક- યુવતીઓ ચોરી, પ્રેમ, મિત્રતાના સબંધોમાં બંધાઇ ગુનાહિત કૃત્યો કરતાં હોવાના કિસ્સા બની રહ્યા છે. બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેને જણાવ્યું કે, ડીસામાં પબજી(બીજીએમઆઈ) ગેમની લતે ચડેલા કિશોરે ઘરમાંથી રૂ. 70,000ની ચોરી કરી હતી. જેમને સમજાવી મોબાઇલ ફોનમાંથી ગેમો ડિલેટ કરાવી હતી.

 

યુવતીએ પિતરાઇ ભાઇના ઘરમાંથી ચોરેલા દાગીના તેના પ્રેમી અરમાનના મિત્ર મુળ બિહારના દરભંગા જિલ્લાના જાલે તાલુકાના જહાંગીર તૌલા હાલ પંચ મહાલના હાલોલ ખાતે રહેતા મહંમદ એખલાક અબ્દુલહફીઝ મહંમદ હનીફ શેખને વેચી દીધા હતા.

 

 

From – Banaskantha Update


Share