ડીસામાં મહિલાઓએ શ્વાનો માટે લાડુ બનાવવાની શરૂઆત કરી

Share

ઉત્તર ગુજરાતમાં ઉતરાયણ પૂર્વે શ્વાનો માટે લાડુ બનાવવાની એક પ્રથા પ્રચલિત છે અને પ્રચલિત પ્રથાને લઈ ડીસામાં મહિલાઓએ શ્વાનો માટે લાડુ બનાવવાની શરૂઆત કરી દીધી છે.

બનાસકાંઠા જીલ્લામાં એક પ્રથા પ્રચલિત છે કે ઉતરાયણ નજીક આવે એટલે શ્વાનોને લાડુ ખવડાવવા અને આ પ્રથાને પગલે અત્યારે આ મહિલાઓ પોતાનું ઘરકામ પૂરું કરી શ્વાનો માટે લાડુ બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.

પોતાની યથાશક્તિ મુજબ દાન એકત્રિત કરીને આ મહિલાઓ ઘઉં, ગોળ, તેલ અને ઘીથી લાડુ બનાવી રહી છે અને આ લાડુ તૈયાર થયા બાદ શ્વાનોને પીરસશે. જેમ જેમ ઉતરાયણ નજીક આવશે તેમ તેમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહિલાઓ આ રીતે શ્વાનો માટે લાડુ બનાવવા માંડશે.

 

From – Banaskantha Update


Share