ડીસામાં કોર્ટએ ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી : લોન પેટે લીધેલ 1,81,000ની રકમ પણ પરત કરવા હુકમ

Share

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેશમાં આરોપીને બે વર્ષની સજા અને લોન ની રકમ પરત કરવાનો હુકમ કર્યો છે. આ તમામ કેસની વિગત જોતા ડીસાના મોટા કાપરા ખાતે રહેતા ભમરાજી ધનાજી મકવાણાએ ડીસાની શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સમાંથી પોતાની ગાડી માટે લોન લીધી હતી અને તે પેટે તારીખ 24/02/20ના રોજ 1,20,000નો ચેક અને 61,000નો ચેક એમ કુલ બે ચેક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના આપેલા હતા.

પ્રતીકાત્મક તસવીર

જોકે ફાયનાન્સ કમ્પનીએ આ બંને ચેક બેન્કમાં ક્લિયરિંગ માટે મુકતા બેલેન્સ ના હોવાના કારણે પરત ફર્યા હતા જે બાબતે શ્રી રામ ફાયનાન્સ કમ્પની દ્વારા 17/12/20ના રોજ ડીસા કોર્ટમાં કેસ દાખલ કરેલ જે કેસ કોર્ટેમાં ચાલી જતા જેમાં ફરિયાદી પક્ષે વકીલ બી.જે જોશીની દલીલોનો કોર્ટે આગ્રાહ્ય રાખી મહે. એડી.ચીફ .જયું .મેજી.મયુરભાઈ બ્રહ્મભટ્ટે સાહેબે તારીખ 5/1/22ના રોજ ચુકાદો આપતા આરોપી ભમરાજી ધનાજી મકવાણાને બે વર્ષની સાદી જેલની સજા તેમજ આરોપીએ ચેકની રકમ 1,81,000 વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ અને રકમ ચૂકવવામાં નિસફળ જાય તો વધુ એક માસની સાદી જેલની સજાનો હુકમ કર્યો હતો.

 

From – Banaskantha Update


Share