ઝેરડા નજીક ડીસાના વેપારીના લુંટ કેસમાં પોલીસે લુંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

Share

ડીસાના એક મરચાના વેપારી રાજસ્થાનથી ઉઘરાણી કરી ડીસા આવી રહેલ તે દરમિયાન ઝેરડા નજીક અજાણ્યા શખ્સોએ ડીસાના વેપારીને ગળે છરો ભીડાવી 7 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ડીસા વેપારીએ ફરિયાદ નોધાવી હતી. ડીસા તાલુકા પોલીસે અલગ અલગ ટિમો બનાવી લૂંટારું ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતી.

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટફાડની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ડીસાના એક વેપારીને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડીસા ઓમ પાર્ક ખાતે રહેતા રસિકભાઈ કાંતિલાલ ચોખાવાળા (મોદી) ડીસાની જી.આઇ.ડી.સીમાં મરચાની ફેક્ટરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રસિકભાઈ ચોખાવાળા મરચાના 25 -25 કિલોગ્રામના પેકેટ બનાવી રાજસ્થાનના અલગ-અલગ ગામડામાં દુકાનદારોને ઈકો ગાડીમાં છૂટક મરચાનું વેચાણ કરે છે અને છેલ્લા ત્રણ મહિનાથી લુણપુર ગામના શાંતુજી દરબારની ઇકો ગાડી નંબર GJ-38-BB-7040ની લઈ ડીસાથી રાજસ્થાન

 

ત્યારે ગઇકાલે ઈકો ગાડીમાં અંદાજિત 15 કરતા વધુ જેટલા બોક્સ મરચાના ભરી ડીસાથી રાજસ્થાન ગયેલા અને વેડીયા ગામે આવતા આર.કે ટ્રેડિંગના માલિક રાણેખાન પાસેથી રસિકભાઈ ચોખાવાલાને 45 હજાર રૂપિયા લેવાના હોવાથી જેમાં રાણેખાને રસિકભાઈ ચોખાવાલાને એક બિલના 22,500 આપેલા અને બીજા પછી આપવાનું કહેલ ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલ સોમનાથ ટ્રેડિંગ નામની પેઢીના સાત લાખ રૂપિયા આપેલા. જે રૂપિયા ડીસા દિપક હોટલ પાસે માણસ લેવા આવવાનો હતો.

તે બાદ રસિકભાઈ ચોખાવાળા અલગ-અલગ ગામડે જઇ ઉઘરાણી કરી જેની કિંમત 50,650 તે લઈ ડીસા આવવા નીકળેલા ત્યારે ધાનેરા પાસે બનાવેલ નવો અવર બ્રિજ પસાર કરતા બે અજાણ્યા શખ્સો ઇકો ગાડી રોકાવેલ ત્યારે ઇકોગાડી ચાલક શામતુંજી દરબારે રસિકભાઈ ચોખાવાળાને પુછેલ કે પેસેન્જર બેસાડવા છે. ત્યારે રસિકભાઈ ચોખાવાળાએ કહેલ કે બેસાડી દે. જે બાદ બે અજાણ્યા શખ્સોને ડીસા જવું હોવાથી તેમને ઇકો ગાડીમાં બેસાડેલ.

જે બાદ ઇકોગાડી ધાનેરાથી ઝેરડા ગામથી આગળ ઇકોગાડીના ચાલક શાતુંજી દરબારે ગાડી પેશાબ કરવા ઉભી રાખેલ ત્યારે ઇકો ગાડીમાં બેસેલ બે અજાણ્યા શખ્સોએ ગાડીમાં બેઠેલ રસિકભાઈ ચોખાવાલાને ગળાના ભાગે છરો ભીડાવી કહેલ કે તારી જોડે જે હોય તે આપી દે નહિતર જાનથી મારી નાખીશું તેમ કહેલ તેમજ ઇકોગાડીના ચાલક શામતુંજી દરબારે પણ ધમકાવેલ જે બાદ ઇકોગાડીની સીટ નીચે પડેલ 7 લાખ તેમજ રસિકભાઈ ચોખાવાલની ઉઘરાણી 50,650 તેમજ બે મોબાઈલ તેમજ રસિકભાઈ ચોખાવાલના ગજવામાં પડેલ 1,500 આમ કુલ રૂપિયા 7,53,150ની તેમજ ઇકોગાડીની ચાલી લઈ ત્યાંથી ફરાર થઈ ગયેલ.

 

જે બાદ સમગ્ર ઘટનાની જાણ રસિકભાઈ ચોખાવાલાએ ડીસા તાલુકા પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જે બાદ રસિકભાઈ કાંતિલાલ ચોખાવાલાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી.

 

ડીસા તાલુકા પોલીસે ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઈ.એમ જે ચૌધરી અને પી.એસ.આઇ એસ.એસ રાણે દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો હતો તેમજ કુલ પાંચ આરોપીને ઝડપી લીધા હતા.

 

સમગ્ર લૂંટનો પ્લાન ડ્રાઇવર શાંતુજીએ કરેલો હતો. શાંતુજી દરરોજ વેપારીની સાથે જતા હોવાથી તેમજ વેપારી ઉઘરાણી લઈને આવતા હોવાની ડ્રાઇવરને જાણ હતી જેથી ડ્રાઈવરે પોતાના જ ગામના અન્ય શખ્સો સાથે મળી વેપારી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.

જડપાયેલ આરોપી:-
(1) સામતુજી ઉર્ફે પિન્ટુ ચેહુજી દાદુજી પરમાર
(2)દીપાજી ભારમલજી સોલકી
(3)વિક્રમજી મછાભાઈ પરમાર
(4)સિદ્ધરાજજી ભારમલજીસોલંકી
(5)રમૅશ હરજીજી રાવલ, તમામ રહે લુનપુર તા ડીસા

 

From – Banaskantha Update


Share