ACBની સફળ ટ્રેપથી રાધનપુર પાલિકાના બે કર્મચારીઓ 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

Share

રાધનપુર નગરપાલિકાના બે કર્મચારી બીયુ પરમિશન લેવા માટે લાંચ માંગતા ફરિયાદીએ પાટણ એસીબીને જાણ કરતા છટકું ગોઠવી બન્ને કર્મચારીઓને રંગે હાથ બે લાખની લાંચ લેતા પાટણ એ.સી.બી. ઝડપી પડ્યા હતા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાધનપુર નગર પાલિકાના બાંધકામ શાખામાં ફરજ બજાવતા ટાઉન પ્લાનર સરસીલ જાદવ અને સંજય પ્રજાપતિએ ફરિયાદી પાસે બી.યુ.પરમીશન માટે રૂ . 2,00,000 જેટલી રકમની લાંચ માંગતા ફરિયાદીએ પાટણ એ.સી.બીનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ એ.સી.બી એ છટકું ગોઠવી રાધનપુર હાઇવે ચાર રસ્તા ગણેશ કોમ્પલેક્ષની નીચેથી બન્ને કર્મચારીઓને 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ બનાવને પગલે નગરપાલિકામાં પણ કેટલાક કર્મચારીઓ રફુચક્કર થઈ ગયા હતા. સમાચાર વાયુવેગે પ્રસરતા શહેરમાં સમગ્ર મામલો ટોક ઓફ ઘી ટાઉન બની ગયો હતો.

 

From – Banaskantha Update


Share