ડીસાના ઝાબડીયાની દીકરીને સાસરીયા પક્ષ દ્વારા દહેજની માંગણી કરી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતાં ચકચાર

Share

 

ડીસા તાલુકાના ઝાબડીયા ગામની દીકરીને તેના સાસરીયા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી મારઝૂડ કરી પેટ્રોલ છાંટી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ સહીત દીયર અને સાસુ સામે ફરિયાદ નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ઝાબડીયા ગામમાં રહેતાં મેવાભાઇ લાલજીભાઇ દેસાઇની દીકરી આશાબેન દેસાઇના લગ્ન આજથી 9 વર્ષ અગાઉ સદરપુરના કરજા ગામમાં રહેતાં પ્રવિણભાઇ લીલાભાઇ રબારી સાથે સમાજના રીત-રીવાજ મુજબ થયા હતા.

 

લગ્ન થયા બાદ આશાબેનના સાસરી પક્ષના લોકો તેમને સારી રીતે રાખતા હતા. તે બાદ આશાબેનના સાસરીના લોકો નાની-નાની વાતોમાં આશાબેનને હેરાન-પરેશાન કરવા લાગ્યા હતા.

 

આશાબેનના પતિ પ્રવિણભાઇ લીલાભાઇ રબારી, દિયર પ્રકાશભાઇ લીલાભાઇ અને તેની સાસુ લીલુબેન લીલાભાઇ રબારી વારે ઘડીએ આશાબેનને તેના પિયરમાંથી દહેજ કહી આપ્યું નથી તેવા મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપી આશાબેનના પતિ પ્રવિણભાઇ દ્વારા તેમને માર મરાવી હેરાન-પરેશાન કરતા હતા.

 

જે બાદ આશાબેનને કોઇ સંતાનમાં દીકરો કે દીકરી ન હોવાથી તેમને તેમના સાસરી પક્ષ દ્વારા અભાગણી કહેવામાં આવતું હતું અને વારે ઘડીએ મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા અને તેમના સાસરી પક્ષ દ્વારા તેમના પરિવારમાંથી દહેજ માટે રૂ. ૪ લાખ લાવવાનું કહેતાં અને ઘરેથી કાઢી મૂકી હતી.

 

જે બાદ આશાબેન દેસાઇ તેમના ઘરે ગયા હતા અને તેમના ઘરના લોકો દ્વારા તેમનો ઘર સંસાર ન બગડે જેથી તેમને રૂ. ૧ લાખ આપ્યા હતા અને પરત તેમના સાસરીમાં મોકલ્યા હતા. જે બાદ તેમના સાસરીના લોકો ફરી શરૂઆતમાં સારી રીતે રાખવા લાગ્યા હતા.

 

જે બાદ ફરીથી તેમને અભાગણ કહી દહેજની માંગણી કરી મારઝૂડ કરવા લાગ્યા હતા અને ઘરથી નીકળવાનું કહ્યું હતું અને જો નહીં નીકળે તો પેટ્રોલ છાંટી અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

 

જે બાદ આશાબેન દેસાઇ પોતાના પિયર તેમના પિતાને ત્યાં આવી ગઇ હતી અને સમગ્ર ઘટનાની હકીકત તેમના પરિવારને જણાવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ સહીત દિયર અને સાસુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share