દિયોદરમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

 

 

ત્યારે શુક્રવારની મોડી રાત્રે દિયોદરમાં આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં ઘરના દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશી કરી તિજોરીના નકૂચા તોડી માલ-સામાન વેર-વિખેર કરી રૂ. 15,000 થી વધુની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.

 

 

જે બાદ મકાન માલિકે તાત્કાલીક દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે દિયોદર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

જો કે, દિયોદરમાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે તેને લઇને લોકોમાં પણ પોલીસ સામે ભારે રોષ ભભૂક્યો છે.

 

 

આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, ‘પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જો પેટ્રોલિંગ કરવામાં આવે તો દિયોદરમાં વારંવાર ચોરીની ઘટના બનતી અટકી શકે તેમ છે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share