બનાસકાંઠામાં 10 મહિલા અને 7 પુરુષ સહિત 17 કોરોના કેસ, કૃષિ યુનિ.ની 2 છાત્રા સંક્રમિત, ઓફલાઈન પરીક્ષા રદ કરાઈ

Share

પાલનપુર શહેરમાં નવા 7 કેસો આવતા એક્ટિવ કેસોની સંખ્યા 24 થઈ છે. જ્યારે જિલ્લામાં કુલ નવા 17 કેસો આવતા એક્ટિવ કેસોની સંખ્યા 41 થઈ છે. પાલનપુરમાં 7 ઉપરાંત ડીસામાં 6, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 2 છાત્રા જ્યારે કાંકરેજના થરા અને વડગામના સીસરાણા ગામમાં 1-1 કેસ આવ્યો છે. 17 કેસોમાં 10 મહિલાઓ અને 7 પુરુષનો સમાવેશ થાય છે. ડીસાની નવીભીલડી ગામની 9 વર્ષીય બાળકી અને તેની માતા પણ કોરોના સંક્રમિત થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના વતની અને ધંધાર્થે કેન્યા જઈ પરત અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ માતા અને પુત્રી નવીભીલડી તેમના ભાઈના ઘરે આવ્યા હતા. જેમા ડીસા ખાનગી લેબમા રીપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તકેદારીના ભાગ રૂપે પરિવારના તમામ સભ્યોને હોમઆઇસોલેશન કરવામાં આવ્યા હતા અને ગાયત્રી નગર સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કર્યો હતો. લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પરેશભાઈ જોષીએ જણાવ્યુ હતુ કે “આ સંક્રમિત પરિવાર અમદાવાદ સંબંધીના સમાચાર લેવા ગયો હતો ત્યાથી સંક્રમિત આવ્યો હતો.”

પ્રતીકાત્મક તસવીર

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કોરોનાના 2 છાત્રા કોરોના સંક્રમિત થતાં હાલમાં લેવામાં આવતી કોલેજની ફૂડ પોસેસિંગની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન રદ કરી આગામી સમયમાં ઓનલાઇન લેવામાં આવશે તેવું કૃષિ યુનિવર્સિટીના કુલ સચિવ જે.આર વડોદરીયાએ જણાવ્યું હતુ. વિદ્યાર્થીઓ પોતાના ઘેર મોકલી દેવામાં આવ્યા છે.

 

ડિસ્ટ્રિક્ટ એપેડેમીક ઓફીસર ડો નરેશ ગર્ગે જણાવ્યું કે જિલ્લામાં આરટીપીસીઆર અને એન્ટીજન મળી કુલ 3246 સેમ્પલ લેવા્યા હતા. જેમાં 17 પોઝિટિવ આવ્યા છે.આવતીકાલે તમામની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ધનવંતરી રથ મોકલી આરોગ્યની તપાસ હાથ ધરાશે. તેમજ કન્ટેનમેન્ટ કામગીરી હાથ ધરાશે.

તાલુકાવાઈઝ એક્ટિવ કેસ

પાલનપુરમાં 24,
ડીસામાં 9,
દાંતીવાડામાં 2,
વડગામમાં 2,
દાંતામાં 1,
દિયોદરમાં 1,
કાંકરેજમાં 1,
લાખણીમાં 1 મળી જિલ્લામાં કુલ 41 એક્ટિવ કેસ છે.

આ પાલનપુરમાં હાલમાં 24 કેસો એક્ટિવ છે જેમાં તમામ દર્દીઓની નિયમિત મુલાકાત લેવામાં આવે છે 22 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે જ્યારે રતનપુરના છાત્રને પાલનપુર સિવિલમાં જ્યારે અન્ય એક 24 વર્ષીય દર્દીને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. – ડો.દિનેશ અનાવાડિયા, તાલુકા હેલ્થ ઓફિસર

પ્રતીકાત્મક તસવીર

પાલનપુરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અગાઉથી કરાયેલા પ્લાનિંગ મુજબ 2324 વિદ્યાર્થીઓને આવરી લઇ વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં શુક્રવારે 8395 છાત્રોને વેક્સીનેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના 19,040 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 6414ને પ્રથમ ડોઝ જ્યારે 4331ને બીજો ડોઝ અપાયો છે. – ડો. જીગ્નેશ હરિયાણી, આર.સી.એચ ઓફિસર બનાસકાંઠા

કોરોના સંક્રમિત દર્દી

37 વર્ષિય મહિલા પાલનપુર
26 વર્ષિય પુરુષ પાલનપુર
30 વર્ષિય મહિલા કલ્યાણ સોસાયટી માનસરોવર રોડ
44 વર્ષિય પુરુષ કોલેજ કમ્પાઉન્ડ, પાલનપુર
47 વર્ષિય મહિલા રાધે બંગ્લોઝ, ડેરી રોડ, પાલનપુર
9 વર્ષિય મહિલા ભીલડી, તા.ડીસા
35 વર્ષિય મહિલા ભીલડી, તા.ડીસા
55 વર્ષિય પુરુષ આકાર બંગ્લોઝ, પાલનપુર
39 વર્ષિય પુરુષ પાલનપુર
23 વર્ષિય મહિલા શિવનગર, ડીસા
60 વર્ષિય પુરુષ તેરમીનાળા, ડીસા
19 વર્ષિય પુરુષ ગણેશપુરા, ડીસા
21 વર્ષિય મહિલા ગણેશપુરા, ડીસા
45 વર્ષિયપુરુષ થરા, કાંકરેજ
39 વર્ષિય મહિલા કૃષિ યુનિ.દાંતીવાડા
41 વર્ષિય મહિલા કૃષિ યુનિ.દાંતીવાડા
50 વર્ષિય મહિલા સિસરાણા, વડગામ

 

From – Banaskantha Update


Share