આ નહિ સુધરે: કાંકરેજમાં અભિવાદન કાર્યક્રમમાં કોરોનાને ભુલાયો : ગાઈડલાઈન્સ નેવે મૂકી થયો કાર્યક્રમ

Share

કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતે અભિવાદન કાર્યક્રમમાં કોરોનાને ભુલાયો, રાજવિદ્યા પ્રચાર પ્રસાર સેવા આશ્રમમાં શિક્ષણ મંત્રીના અઘ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરાયો. જોકે, આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના નેતાઓએ જ ધજાગરા ઉડાવ્યા, સીએમએ કોરોના સંક્રમણના ભયથી વાઇબ્રન્ટ સમીટ રદ કરી પરંતુ આ નેતાઓને કોણ સમજાવશે.

કાંકરેજના કુવારવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુકત સરપંચો અને હાલમાં ચાલુ સરપંચોનો અભિવાદન કાર્યક્રમ કરાયો એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ નેતાઓ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે ટાયફાઓ ચાલુ જ રાખે છે.

આ કાર્યક્રમમાં ના તો સોશિયલ ડીસ્તંસ જાળવી શકાય તે રીતે ભીડ ભેગી કરાઈ એમાં પણ મંચ પર બેઠેલા ઘણાં આગેવાનો તો માસ્ક વિના જ નજરે પડ્યા, એકતરફ સરકાર મોટા મોટા કાર્યક્રમ રદ કરી કોરોના સંક્રમણને રોકવા પ્રયાસ કરી રહી છે ત્યારે કાંકરેજ કુવારવા ખાતે નેતાઓએ ભીડ ભેગી કરી અને જાણે કોરોનાને આમંત્રણ અપાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન સહિત પદાધિકારીઓ, નવનિયુક્ત સરપંચો અને ગામના આગેવાનો સમર્થકોની ભીડના આ દ્રશ્યો છે જેમાં કોરોના ગાઈડલાઈનનું ના તો પાલન જોવા મળી રહ્યું છે ના તો કોરોનાનો કોઈ જ ડર.

કોરોનાને ભૂલીને જિલ્લા માટે કોરોનાનો ખતરો ઉભા કરનારા આ નેતાઓ સરપંચો સામે શુ કાર્યવાહી થશે..? શુ નિયમો આમ પ્રજા માટે જ છે..?

તંત્ર પણ જાણે નેતાઓના ઘૂંટણીએ હોય તેમ કાર્યક્રમનું આયોજન થયું અને તેમાં પણ નિયમોની ઐસી તૈસી ખુદ નેતાઓ અને આગેવાનોએ કરી ત્યારે આ નેતાઓ ક્યારે સુધરશે અને તેમને કોણ કાયદાઓ પાઠ ભણાવશે.

 

 

From – Banaskantha Update


Share