સાબાના ખેડૂતોના ધરણામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ પણ જોડાયા

Share

સરહદી વિસ્તારમાં ખેડૂતોને પાણી ન મળવાના કારણે સરકાર દ્વારા સરહદી વિસ્તાર સુધી તેના દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સાબા વિસ્તારમાં માઇનોર કેનાલ બનાવવામાં આવી છે અને સતત છેલ્લા ચાર વર્ષથી માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

ખેડૂતો છેલ્લા 2 દિવસથી નર્મદા કેનાલની ઓફિસમાં ટેન્ટ બાંધીને ધરણા પર બેઠા હતા ત્યારે આ ધારણામાં પણ આજે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા હતા અને ‘સરહદી વિસ્તારમાં બનાવેલ કેનાલોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેદરકારી રાખી રહ્યા છે બનાસકાંઠામાં વર્ષોથી કેનાલનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે અને તંત્ર પણ નિદ્રામાં છે’ તેવા આક્ષેપો કર્યા હતા. આજે ખેડૂતોની માંગણીને લઇ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતએ કેનાલના અધિકારીઓ સાથે મીટિંગ કરી રજૂઆત કરવામાં આવી હતી.

From – Banaskantha Update


Share