ડીસા તાલુકાના વાસણા રોડ પર રેતી ભરેલી ગાડીઓને ગ્રામજનોએ અટકાવી

Share

ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીની રેતી ભરેલી ટ્રકો અને ગ્રામજનોએ રોકાવી હંગામો મચાવ્યો હતો ખાસ કરીને વારંવાર રેતી ભરેલા ટ્રકોના કારણે સર્જાતા અકસ્માતોના કારણે આજે ગ્રામજનોએ તમામ ટ્રકો રોકાવી હંગામો મચાવ્યો હતો.

ડીસા તાલુકાના વાસણા રોડ પર રેતી ભરેલી ગાડીઓને ગ્રામજનોએ અટકાવી હતી. ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી રેતી ભરીને છેલ્લા ઘણા સમયથી ટ્રકો ગામમાંથી અવરજવર કરે છે આ ટ્રકોના કારણે વાસણા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને વાસણા ગામમાંથી ટ્રકો પસાર થાય છે જેના કારણે અવારનવાર અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે અત્યાર સુધી અનેક લોકોને નુકસાન વેઠવાનો આવે છે તો ક્યાંક નાની મોટી ઈજાઓ થવા પામી છે.

ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતના પગલે આજે ડીસા તાલુકાના વાસણા ગામના લોકો એકત્રિત થયા હતા અને બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને વાસણા ગામમાંથી તમામ ટ્રકોને રોકાવી હંગામો મચાવ્યો હતો આ અંગે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થતી ટ્રકો ને ગામમાં બંધ કરાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આવા ટ્રકચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

 

From – Banaskantha Update


Share