પાલનપુર માર્કેટયાર્ડમાં હંગામી સફાઈ કામદારની ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવી લાશ

Share

પાલનપુર ખાતે આવેલ માર્કેટયાદમાં આવેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બહાર રેલિંગ સાથે હંગામી સફાઈ કામદાર એ નાયલોન દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા અનેક તર્કવિતર્ક.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં આજે માર્કેટમાં આવેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બહાર હંગામી સફાઈ કામદારની રેલિંગ સાથે નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

તાત્કાલિક પાલનપુર પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આજે પાલનપુર માર્કેટયાડમાં ફાસો ખાધેલી હાલતમાં હંગામી સફાઈ કામદાર લાશ મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. પરંતુ હંગામી સફાઈ કામદારએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. પરંતુ હાલ તો પોલીસે મૃતકની લાશને પાલનપુર સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share