ડીસામાં રોટરી ક્લબ-ડીસા ડીવાઇન દ્વારા રસોઇ શોનો કાર્યક્રમ યોજાયો

Share

 

ડીસામાં રોટરી ક્લબ-ડીસા ડીવાઇન દ્વારા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ પ્રગતિ મહીલા મંડળ-ડીસાના સહયોગથી ગુરૂવારે ‘રસોઇ શો’ નું આયોજન કરાયું હતું. જેમાં આજના આધુનિક જમાનામાં રસોઇમાં બધા વેરાયટી અને ચટાકેદાર જ પસંદ કરતાં હોય છે.

 

 

જેથી કુકીંગ એક્સપર્ટ જ્યોતિકાબેન દ્વારા બે જાતની પંજાબી ગ્રેવી અને જેમાંથી બનતી અલગ-અલગ જાતની સબજી અને ચોકલેટમાંથી અલગ-અલગ જાતની સ્વીટ ડીસીસ બનાવતાં શિખવાડી હતી. આ કાર્યક્રમમાં આશરે 90 જેટલી બહેનોએ લાભ લીધો હતો અને નવિન સ્વાદિષ્ટ રસોઇ શિખ્યા હતા.

 

 

આ પ્રસંગે ડીવાઇનના પ્રમુખ ડો.રીટાબેન પટેલ સાથે મંત્રી હીનલબેન અગ્રવાલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન વર્ષાબેન, અલ્પાબેન, કિંજલબેન અને નીરૂબેન તેમજ 42 ગામ શ્રીમાળી સમાજના પ્રમુખ હીનાબેન, અરૂણાબેન, રેશ્માબેન અને કાશ્મીરાબેન ત્રિવેદીની સાથે બંને સંસ્થાની બહેનો પણ ઉપસ્થિત રહી હતી.

 

 

આ સમગ્ર કાર્યક્રમ રોટરી ક્લબ-ડીસા ડીવાઇનના પ્રમુખ ડૉ. રીટાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આદર્શ હોસ્પિટલ ઉપર આવેલ રોટરી હોલમાં બહુ જ સફળ રીતે યોજાયો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share