ડીસામાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો : કોરોનાને મોટું આમંત્રણ

Share

 

ડીસા તાલુકામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું ડીસા કોંગ્રેસ દ્વારા આખોલ ચાર રસ્તા નજીક આવેલ જૈન સમાજની વાડીમાં ગુરૂવારે નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો.

 

 

હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઇ ગઇ છે અને બનાસકાંઠા જીલ્લામાં જો આવી રીતે સન્માન સમારોહ યોજાય તો આગામી સમયમાં કોરોનાનો રાફડો ફાટે તો નવાઇ નહી.

 

 

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં માટે ગુરૂવારે ડીસામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આખોલ ચાર રસ્તા પર આવેલ જૈન સમાજની વાડીમાં ડીસા તાલુકાના તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો.

 

 

આ પ્રસંગે ડીસા તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા, થરાદના ધારાસભ્ય ગુલાબસિંગ રાજપૂત, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના જીતેલા સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જેમાં સોશિયલ ડીસ્ટન્ટનો ભંગ જોવા મળ્યો હતો અને અનેક લોકો માસ્ક વગર નજરે પડયા હતા. ત્યારે ચોક્કસથી કઇ શકાય કે ગુરૂવારે યોજાયેલ બનાસકાંઠા જીલ્લાના ડીસામાં કોંગ્રેસ દ્વારા સન્માન સમારોહમાં કોરોના રાફડો ફાટશે તો નવાઇ નહી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share