કોરોનાની મજાક : ડીસામાં કોરોના સાવચેતીને લઇ સોશિયલ ડીસ્ટન્સ વગરની બેઠક યોજાઇ

Share

 

ડીસામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોન વાયરસને અટકાવવા માટે ડીસા મામલતદાર કચેરીમાં ડીસાના કેટલાંક વેપારીઓ, નેતાઓની ડીસા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પણ સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

 

 

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે અને દિવસેને દિવસે બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને કોરોનાની સાથે ઓમિક્રોન વાયરસે પણ માથું ઉંચક્યું છે.

 

 

જેથી બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં કોરોના અને ઓમિક્રોનને અટકાવવા માટે ગુરૂવારે ડીસા મામલતદાર કચેરીમાં ડીસા નાયબ કલેક્ટર એફ.એ. બાબીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

 

 

આ બેઠકમાં ડીસા નાયબ પોલીસ અધિક્ષક, ડીસા શહેર અને ગ્રામિણ મામલતદાર, ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા વેપારી એસોસીએશનના પ્રમુખ જગદીશભાઇ મોદી, ડીસા શહેરના આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

એફ. એ.બાબી (ડીસા નાયબ કલેકટર)

 

જેમાં ડીસા નાયબ કલેક્ટરે તમામ ડીસામાં વેપારીઓને પોતાની દુકાનો પર કોરોના ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવા સુચના આપી હતી.

 

જગદીશભાઈ મોદી(વેપારી એસોસિએશનના પ્રમુખ)

 

જયારે તમામ વેપારીઓ ડીસા શહેરમાં કોરોના તેમજ ઓમિક્રોન જેવા વાયરસને અટકાવવા માટે તમામ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા બાંહેધરી આપી હતી. પરંતુ આ બેઠકમાં જ સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share