દાંતામાં દારૂ ભરેલ કારચાલકે મહિલાને 50 મીટર સુધી ફંગોળતાં મોત

Share

અંબાજી-દાંતા માર્ગ પર દાંતા નજીક બુધવારે સાંજે સરભવાનીસિંહ વિદ્યાલય નજીકના વળાંકમાં એક કાર ચાલકે માર્ગ પર પસાર થઈ રહેલ મહિલાને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અંબાજીથી દાંતા તરફ બુધવારની સાંજના છ વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવી રહેલ એક કાર નંબર GJ-02-DA-8954ના ચાલકે દાંતા નજીક સરભવાનીસિંહ વિદ્યાલયના વળાંકમાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર ચાલકે માર્ગ પર પસાર થઇ રહેલ એક મહિલાને ફૂટબોલની જેમ ઉછાળતાં નજીકના ખેતરમાં પચાસ મીટર જેટલા અંતરે પટકાઇ હતી.

જ્યાં તેણીના ક્ષતવિક્ષત થયેલા અંગો સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ માર્ગ પર જ ઉંધી પડેલ કારને નજીકના મોટી સંખ્યામાં એકત્રિત થયેલ લોકોએ ઉભી કરી તેમાંથી કાર ચાલક સહિત અન્યને બહાર કાઢ્યા હતા. જોકે કારચાલક નશામાં હોવા સાથે કારમાંથી દારૂની બોટલો પણ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને લઈ માર્ગ પર ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share