બનાસકાંઠાના 4 કેડેટસની પ્રજાસત્તાક દિને દિલ્હીની પરેડમાં એન.સી.સી.-35 ગુજરાત બટાલિયનમાં પસંદગી કરાઇ

Share

 

દિલ્હીમાં 26 મી જાન્યુઆરી-2022 માં પ્રજાસત્તાક પર્વે ગણતંત્ર દિવસની રાજપથ પર યોજાનારી પરેડમાં ગુજરાતમાંથી 57 એન.સી.સી. કેડેટસની પસંદગી કરાઇ છે. જેમાં એન.સી.સી.-35 ગુજરાત બટાલિયન બનાસકાંઠામાંથી 4 કેડેટસની પસંદગી થઇ છે.

 

 

જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્‌સ પાલનપુરમાંથી વિશાલ પ્રજાપતિ, વિકાસ ચૌધરી અને રાકેશ નાઇ એમ 3 એન.સી.સી. કેડેટસની પસંદગી થઇ છે અને દિયોદર કોલેજના ભરત કાપડીની પસંદગી થઇ છે. તેઓ હાલ દિલ્હીમાં છે ત્યાં ક્વોરોન્ટાઇન રખાયા બાદ 26 મી જાન્યુઆરી-2022 ની પરેડની તૈયારી કરી રહ્યા છે.

 

બે પ્રિ.આર.ડી. કેમ્પ કર્યા પછી આર.ડી.સી. માટે પસંદ કરાયા હતા. બનાસકાંઠા જીલ્લાના આ યુવાનો 26 મી જાન્યુઆરીએ દિલ્હી રાજપથ પર યોજાનાર પરેડમાં ભાગ લઇ પાલનપુર અને દિયોદર કોલેજ પરિવાર-બનાસકાંઠા જીલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share