પાલનપુરમાં ગાંધીનગર વિજીલન્સની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

Share

 

પાલનપુરમાં ગાંધીનગરની વિજીલન્સની ટીમ દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી. ગતરાત્રે ફરી એકવાર માન સરોવર રોડ પર આવેલા ખોડીયાર નગરના સલાટવાસમાં ધમધમતા દારૂના અડ્ડા પર વિજીલન્સની ટીમ ત્રાટકી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરમાં વિજીલન્સની ટીમે બંધ મકાનમાંથી દેશી-વિદેશી દારૂ મળી કુલ રૂ. 1.02 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

 

જેમાં આરોપીના બંધ મકાનમાં અને પાર્લરના પાછળ આવેલા જૂના મંદિરની અંદર દારૂની 456 બોટલો અને દેશી દારૂ 79 લીટર સહીત કુલ રૂ. 1,02,715 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

 

જેમાં રતન સલાટ, રણછોડ ઉર્ફે છલીયો સલાટ અને હરજી સલાટ (રહે. ખોડીયાર નગર, પાલનપુર) વાળાઓ સામે પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ, ફરી એકવાર વિજીલન્સની ટીમે દારૂની સફળ રેડ કરી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share