પાંથાવાડા ટોલનાકા પરથી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક રહીશોએ ચક્કાજામ કર્યો

Share

 

પાંથાવાડા-થરાદ રોડ પર બનાવેલ પાંથાવાડા ટોલનાકા પર સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તે માટે બુધવારે વાછડાલ ગામના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેમાં સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહી આપવામાં આવે તો આવનાર દિવસોમાં સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરશે.

 

 

પાંથાવાડા-થરાદ રોડ પર બનાવેલ પાંથાવાડા ટોલનાકા પર તાજેતરમાં સ્થાનિક લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતું હોવાથી ટોલનાકા પર ચક્કાજામ કર્યો હતો.

 

 

પાંથાવાડા-થરાદ નેશનલ હાઇવે ઉપર વાહનોની અવર-જવર શરૂ થતાં સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહી આપતાં બુધવારે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓએ ટોલનાકા ઉપર એકત્રિત થઇ હંગામો કરવા પહોંચ્યા હતા.

 

 

પાંથાવાડા ટોલનાકા વિસ્તારના 3 કિલોમીટરના અંતરે વાછડાલ ગામ આવેલું છે. ત્યારે વાછડાલ ગામના સ્થાનિક રહીશો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવતાં વાહનો સાથે મોટી સંખ્યામાં લોકો ટોલ ટેક્સ પર પહોંચી ચક્કાજામ કર્યો હતો.

 

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ થતાં સ્થાનિક લોકોને તેમાંથી મુક્તિ મળે તેવું સૌ કોઇ વિચારી રહ્યા છે. ત્યારે શું વાછડાલ ગામના સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે કે પછી ટોલ ટેક્સ લેવામાં આવશે તે જોવાનું રહ્યું.

 

આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ‘ટોલ ટેક્સ અમારા વિસ્તારમાં હોવાથી અમારે વારંવાર અવર-જવર થતી હોવાથી અમારે કેટલું ટેક્સ ભરવાનું. જેથી અમારા પાસેથી ટેક્સ લેવામાં આવે છે.

 

જેમાંથી અમને મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે. જો સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહી આપવામાં આવે તો આવનાર દિવસોમાં સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share