બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા

Share

 

બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઇ જીલ્લામાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડયા હતા. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જીલ્લામાં ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે, જીલ્લામાં તા. 5 જાન્યુઆરીથી તા. 7 જાન્યુઆરી સુધી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી આપવામાં આવી છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં વરસાદને લઇ ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે. તા. 5 જાન્યુઆરીથી તા. 7 જાન્યુઆરી સુધી જીલ્લામાં છૂટા છવાયા વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

 

 

જેને લઇ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ અને ખેડૂત મિત્રોને કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઇ ખેતી ઉત્પન્ન ખેત પેદાશને નુકશાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા વિનંતી કરાઇ છે.

 

 

જ્યારે ઉત્પાદીત ખેત પેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા અને વેપારી મિત્રોને પોતાનો માલ ખેત પેદાશને યોગ્ય જગ્યાએ ઉતારવા વિનંતી કરાઇ છે. જો કે, બનાસકાંઠા જીલ્લામાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે જીલ્લામાં ઠંડીનું જોર ઘટ્યું છે.

 

 

 

આ અંગે ડીઝાસ્ટર અધિકારી સંજયભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ભારતીય હવામાન વિભાગની આગાહી જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જીલ્લામાં તા. 5, 6 અને 7 જાન્યુઆરી-2022 દરમિયાન બનાસકાંઠા જીલ્લામાં છૂટા છવાયા છાંટા પડશે.

 

 

આ સંદર્ભે કલેકટરના આદેશ અનુસાર, જીલ્લા ખેતીવાડી અધિકારી અને જીલ્લા રજીસ્ટરની સુચના અનુસાર આપવામાં આવેલી છે કે, કોઇ ગોડાઉનમાં કે બહાર અનાજ પડેલું હોય તાત્કાલીક ધોરણે તેને સલામત જગ્યાએ ખસેડવામાં આવે. આ સંદર્ભે કોઇ બનાવ થાય તો તમામ કંટ્રોલ રૂમ 24 કલાક સ્ટેન્ડ બાય રહેવાની સુચના આપેલી છે.’

 

 

From-Banaskantha update

 

 

 

 


Share