ડીસાની આદર્શ સંકુલના બે રમતવીરોએ રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ વધાર્યું

Share

 

ગુજરાત રાજ્યના નીમ ખંભાળિયામાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ડીસાની આદર્શ સંકુલની બે રમતવીરોએ બ્રોન્ઝ મેડલ મેળવતાં શાળા પરિવાર વતી સન્માન કરાયું હતું.

 

 

તાજેતરમાં રાજ્યકક્ષાની નીમ ખંભાળિયામાં કુસ્તી રમતમાં ડીસાની આદર્શ સંકુલની બે વિદ્યાર્થીનીઓએ બ્રોન્ઝ મેડલ મેળવતાં શાળા પરિવાર વતી સન્માન કરાયું હતું.

 

 

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથો સાથ રમત-ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે શાળા અને કોલેજો દ્વારા વિવિધ રમતોનું આયોજન કરાય છે.

 

 

અલગ-અલગ રમતોના આયોજન થકી રમત વીરો પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવી દેશ અને દુનિયામાં નામ રોશન કરતાં હોય છે.

 

ત્યારે તાજેતરમાં નીમ ખંભાળિયા મુકામે રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ જીલ્લાઓમાંથી અનેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

 

જેમાં ડીસાની આદર્શ સંકુલની બે વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો અને ગુજરાતમાંથી આવેલ અલગ-અલગ શાળાઓની વિદ્યાર્થીનીઓ સાથે તેઓએ કુસ્તીની રમતમાં ટક્કર થઇ હતી.

 

જેમાં કુસ્તીની રમતમાં બનાસકાંઠા જીલ્લાની બહેનોએ સારૂ પ્રદર્શન કરતાં એક સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાં હતા. જેમાં ડીસાની આદર્શ વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓએ પણ સમગ્ર ગુજરાતમાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

 

જેમાં ગીતાબા દશરથસિંહ ઝાલાએ 76 કિલો વજનની કેટેગરીમાં રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે કાજલ કિશનભાઇ મીણા 62 કિલો વજનની કેટેગરીમાં રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

 

ગુજરાત રાજ્યના નીમ ખંભાળિયા મુકામે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ડીસાની આદર્શ વિદ્યા સંકુલની બે વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પણ લોકો, શાળાના પ્રધાનાચાર્ય કે.પી. રાજપૂત અને સંસ્કાર મંડળના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

 

જ્યારે શાળાના વ્યાયામ શિક્ષક હરેશભાઇ અને ઇશ્વરભાઇ રાવળને પણ શાળા પરિવાર વતી અભિનંદન અને શુભકામનાઓ અપાઇ હતી.

 

જ્યારે આગળ હજુ પણ ડીસાની આદર્શ સંકુલના વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે સારૂ પ્રદર્શન કરી રાજ્ય, સમાજ અને દેશમાં નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share