પાલનપુરમાં એ.સી.બી.ની સફળ ટ્રેપથી લાંચ લેતો અધિકારી રંગેહાથ ઝડપાયો

Share

 

પાલનપુરમાં ફરિયાદી કેન્દ્ર સરકારની નાણાંકીય સહાય પર આધારીત જન શિક્ષણ સંસ્થામાં ફીલ્ડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જેમને નોકરીમાં હેરાનગતિ નહી કરવા અને પગારની નિયમિત ચૂકવણી કરવા નિયંત્રણ અધિકારીએ લાંચની માંગણી કરી હતી.

 

 

જો કે, ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી.ની ટીમે મંગળવારે છટકું ગોઠવી રંગેહાથ રૂ. 20,000 ની લાંચ લેતાં આબાદ ઝડપી પાડયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરમાં ફરિયાદી કેન્દ્ર સરકારની નાણાંકીય સહાય પર આધારીત જન શિક્ષણ સંસ્થામાં ફીલ્ડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

જેમને નોકરીમાં હેરાનગતિ નહી કરવા અને પગારની નિયમિત ચૂકવણી કરવા જન શિક્ષણ સંસ્થા કેન્દ્ર સરકારની નાણાંકીય સહાય આધારીત સંસ્થાના ડાયરેક્ટર નરોત્તમભાઇ મહાદેવભાઇ પ્રજાપતિએ (કરાર આધારિત) લાંચની માંગણી કરી હતી.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

જો કે, ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર અને ટ્રેપિંગ અધિકારી જે.પી.સોલંકી અને એ.સી.બી. બોર્ડર એકમ ભૂજના મદદનીશ નિયામક અને સુપર વિઝન અધિકારી

 

પ્રતીકાત્મક તસ્વીર

કે.એચ.ગોહીલે મંગળવારે છટકું ગોઠવી ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલ જન શિક્ષણ સંસ્થાની કચેરીમાં રૂ. 20,000 ની લાંચ લેતાં રંગેહાથ આબાદ ઝડપાયા હતા. આ અંગે પાલનપુર પોલીસે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share