ડીસામાં સરકાર દ્વારા ફૂટવેરમાં જી.એસ.ટી. માં વધારો કરતાં વેપારીઓ ધરણાં પર ઉતર્યાં

Share

 

ગુજરાત સરકાર દ્વારા ફૂટવેરના વ્યવસાયમાં જી.એસ. ટી. માં 5 ટકાથી વધારો કરીને 12 ટકા જેટલો વધારો કરતાં મંગળવારે ડીસાના વેપારીઓ સાંઇબાબા મંદિરમાં સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે ધરણાં પર ઉતર્યાં છે.

 

 

સમગ્ર ભારતભરમાં 2020 અને 2021 માં કોરોનાએ આતંક મચાવ્યો હતો અને સરકાર દ્વારા સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

 

 

જેને લઇને આર્થિક તંત્ર પડી ભાગ્યું હતું પરંતુ જે બાદ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના સતત કેસમાં વધારો થતાં અનેક લોકો તેના ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા.

 

જ્યારે તમામ નાના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા હતા. જે બાદ ધીમે ધીમે કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર દ્વારા ધંધા-રોજગાર ચાલુ કરવા માટે છૂટછાટ આપવામાં આવી હતી.

 

અને ત્યાર પછી ફરી કોરોનાના કેસમાં દિવસેને-દિવસે વધારો થઇ રહ્યો છે. જ્યારે એમિક્રોન વાયરસે પણ માથુ ઉંચક્યું છે.

 

જ્યારે સરકાર દ્વારા ફૂટવેરમાં જી.એસ. ટી.ના 5 ટકાથી વધારો કરીને ૧૨ ટકા જેટલો જી.એસ.ટી માં વધારો કરતાં વેપારીઓમાં રોષ ભભૂક્યો છે.

 

સરકાર દ્વારા જી.એસ.ટી. માં વધારો કરવામાં આવે તો તમામ નાના વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઇ જાય તેમ છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

 

જેથી મંગળવારે ડીસાના ફૂટવેર એસોસીએશનના વેપારીઓ ડીસાના સાંઇબાબા મંદિરમાં સરકારના આ નિર્ણય સામે ધરણાં પર ઉતર્યાં હતા.

 

જ્યારે તાત્કાલીક જી.એસ.ટી.માં વધારો પાછો ખેંચવા માટે સૂત્રોચ્ચાર કર્યાં હર્તા અને જો આગામી સમયમાં સરકાર દ્વારા જી.એસ.ટી.માં ઘટાડો નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share