પાલનપુરના હેબતપુર પાટીયા નજીક કારમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

Share

 

પાલનપુરમાં આવેલ હેબતપુર પાટીયા નજીક માર્ગ પરથી પસાર થયેલી કારમાં અચાનક આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ ડ્રાઇવરે સમય સુચકતા દાખવી કારમાંથી કૂદીને જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આવેલ હેબતપુર પાટીયા નજીક માર્ગ પરથી પસાર થયેલી કારમાં એન્જીનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ લાગવાથી કારમાં આગ ભભૂકી ઉઠી હતી અને અચાનક કારમાં આગ લાગતાં ડ્રાઇવરે સમય સુચકતા દાખવી કારમાંથી કૂદીને જતાં તેનો બચાવ થયો હતો.

 

 

પરંતુ કારમાં આગ લાગવાથી પાલનપુર નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ અને ટોલ ટેક્સની ટીમને જાણ કરતાં તુરંત ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, કારના માલિકને કાર બળીને ખાખ થઇ જતાં નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share