સૂઇગામમાં ભરડવામાં પિતરાઇ ભાભી સામે નણંદનો સરપંચમાં વિજય થતાં હથિયારો સાથે હુમલો કરતાં ચકચાર

Share

 

સૂઇગામના ભરડવા ગામમાં પિતરાઇ ભાભી સામે નણંદ સરપંચની ચૂંટણીમાં ઉભા હતા. ત્યારે નણંદનો વિજય થયો હતો. જેનું મનદુઃખ રાખી સામે પક્ષના 50 ટોળાએ રવિવારે રાત્રે વિજેતા મહીલા સરપંચના ઘર ઉપર હથિયારો સાથે આવી હુમલો કર્યો હતો.

 

 

જેમાં એક ઘરમાં આગ લગાડી, જીપડાલાના કાચ તોડયા અને સરપંચના ઘર ઉપર પથ્થરમારો કરી સી.સી.ટી.વી. કેમેરા તોડયા હતા. આ અંગે સૂઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 34 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, સૂઇગામના ભરડવા ગામના રામસંગભાઇ નરસંગભાઇ રાજપૂતની દિકરી ક્રિષ્નાબેન (ઉં.વ.આ. 22) સરપંચની ચૂંટણીમાં ઉભા હતા.

 

જ્યારે સામે પક્ષે રામસંગભાઇના મોટા બહેનના દિકરાની વહુ એટલે કે ભાણેજ વહુ ઉભા હતા. ત્યારે સરપંચની ચૂંટણીમાં 181 મતે ક્રિષ્નાબેનનો વિજય થયો હતો.

 

જેનું મનદુઃખ રાખી સામા પક્ષના 50 જેટલાં ટોળાએ રવિવારે રાત્રે મહીલા સરપંચના ઘર ઉપર ટોમી, ધોકા, ભાલા અને તલવાર સહીત પથ્થર મારો કર્યો હતો.

 

જેમાં મહીલા સરપંચના ઘર ઉપર પથ્થર મારો કરતાં સી.સી.ટી.વી. કેમેરા સહીત તેમના ઘરની બહાર પડી રહેલ પોતાનું જીપડાલા નં. GJ-08-AU-6653 ના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું.

 

અન્ય નાગજીભાઇ પથુભાઇ રાજપૂતના ઘર પર પણ હુમલો કરી ઘરના દરવાજાને નુકશાન કર્યું હતું. જ્યારે ધેગાભાઇ નરસંગભાઇના ઘર આગ લગાડવાની કોશિષ કરી હતી.

 

સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે સૂઇગામ પોલીસની 4 ગાડીઓ સહીત 25 જેટલાં પોલીસ સ્ટાફ આખો દિવસ તૈનાત કરાયો હતો.

શખ્સોના નામ

(1) દુદાભાઇ સવજીભાઇ રાજપૂત
(2) ધેગાભાઇ રામજીભાઇ રાજપૂત
(3) પ્રવિણભાઇ રામજીભાઇ રાજપૂત
(4) ગણેશભાઇ મધાભાઇ રાજપૂત
(5) દુદાભાઇ કાજાભાઇ રાજપૂત
(6) ભમરભાઇ ગણેશભાઇ રાજપૂત
(7) થાનાભાઇ દુદાભાઇ સવજીભાઇ રાજપૂત
(8) દેવજી ઉર્ફે દેવેન્દ્ર સવજીભાઇ રાજપૂત
(9) જોમાભાઇ સવજીભાઇ રાજપૂત
(10) વિક્રમભાઇ લેબાભાઇ પથુભાઇ રાજપૂત
(11) રાણાભાઇ રામજીભાઇ જીવાભાઇ રાજપૂત
(12) કરશનભાઇ માદેવભાઇ રાજપૂત
(13) ધીરાભાઇ માદેવભાઇ રાજપૂત
(14) ભેમાભાઇ ભુરાભાઇ રાજપૂત
(15) રાણાભાઇ રામજીભાઇ રાજપૂત
(16) થાનાભાઇ કરશનભાઇ (કાનજી-ગજાભાઇ) રાજપૂત
(17) દિલીપભાઇ દુદાભાઇ રામજીભાઇ રાજપૂત

 

(18) નરેશભાઇ દુદાભાઇ રામજીભાઇ રાજપૂત
(19) નરેશભાઇ દુદાભાઇ હાજાભાઇ રાજપૂત
(20) કિરણભાઇ ભુરાભાઇ મનજી રાજપૂત
(21) જયદીપભાઇ રાણાભાઇ નાગજીભાઇ રાજપૂત
(22) ઇશ્વરભાઇ દુદાભાઇ સવજીભાઇ રાજપૂત
(23) વિક્રમભાઇ ગણેશભાઇ જગસી રાજપૂત
(24) થાનાભાઇ દુદાભાઇ કાજાભાઇ રાજપૂત
(25) કરશનભાઇ લખમણભાઇ તેજાભાઇ રાજપૂત
(26) નીલાભાઇ રાણાભાઇ ગણેશભાઇ રાજપૂત
(27) રમેશભાઇ રાણાભાઇ ભીખાભાઇ રાજપૂત
(28) અણદાભાઇ શંકરભાઇ રાજપૂત
(29) અભાભાઇ વિહાભાઇ કાળાભાઇ રાજપૂત
(30) સાગરદાન અંબાદાન ગઢવી (તમામ રહે.ભરડવા,તા.સૂઇગામ)
(31) પ્રતાપસિંહ હરીસિંહ રાજપૂત (રહે.ખીમાણાપાદર,તા.વાવ)
(32) રમેશભાઇ અજાભાઇ રાજપૂત (રહે.ગોલપ (નેસડા), તા.સૂઇગામ)
(33) વિક્રમપુરી દોલપુરી બાવાજી (રહે.ગોલપ (નેસડા), તા.સૂઇગામ)
(34) હીરાભાઇ સવાભાઇ તુવર (રહે.બેણપ, સૂઇગામ)

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share